ગાંધીધામ, તા. 1 : અંજાર તાલુકાના વરસામેડી સીમમાં
સરકારી જમીન તથા સિનુગ્રા ગામતળની જમીન પર થયેલા બિનઅધિકૃત દબાણો દૂર કરાવી વહીવટીતંત્રએ
આ લાખોની જમીનો ખાલી કરાવી હતી. સમગ્ર રાજ્યમાં દબાણકારો અને અસામાજિક તત્વો ઉપર પોલીસ, વહીવટી તંત્રએ ધોંસ બોલાવી છે. પોલીસ,
સરકાર આવી કામગીરીથી આવા તત્વોમાં રીતસર ફફડાટ પ્રસયો છે. અંજાર મામલતદાર
કચેરી દ્વારા અગાઉ વરસામેડીની સીમમાં આવેલા દબાણો દૂર કરાવીને લાખોની સરકારી જમીન ખાલી
કરાવી હતી. દરમ્યાન જિલ્લા સમાહર્તા, નિવાસી અધિક કલેક્ટર,
અંજાર પ્રાંત અધિકારી, અંજાર મામલતદાર બી.વી. ચાવડાના
માર્ગદર્શન હેઠળ સર્કલ ઓફિસર, માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચુસ્ત
અને પુરતા પોલીસ બંદોબસ્ત સાથે આજે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. વરસામેડી
સીમમાં એરપોર્ટ રોડની બાજુમાં આવેલ સરકારી જમીન પર સંજયસિંહ ઝાલા દ્વારા કોમર્શિયલ
દુકાનો બનાવી 260 ચો. મીટર
સરકારી જમીન પર દબાણ કરાયું હતું. જંત્રી મુજબની રૂા. 5,65,760 પર થયેલા દબાણો તોડી પાડી આ જમીન ખાલી કરાવાઈ હતી. તેમજ સિનુગ્રા ગામતળની
જમીન પર અનવર આદમ કકલ દ્વારા 240 ચો. મીટર
જમીન પર બિનઅધિકૃત બાંધકામ કરાયું હતું. રૂા. 54,240ની આ સરકારી જમીન પરના દબાણો તોડી પાડી જમીન ખાલી કરાવાઈ હતી.