• શુક્રવાર, 02 મે, 2025

અખિલ કચ્છ જોગી સમાજ નાઇટ ક્રિકેટ ટૂર્ના. યોજાઇ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 1 : મોટી વિરાણીનાં ધોરમનાથ ગ્રાઉન્ડ ખાતે જોગી સમાજ મોટી વિરાણી દ્વારા આયોજિત જોગી પ્રીમિયર લીગ-2025માં જોગી સમાજની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં જય શક્તિ-ભુજ ચેમ્પિયન બની હતી. રનર્સ હરસન્જ ઇલેવન-ગાંધીધામ રહી હતી. શિક્ષણના લાભાર્થે દર વર્ષે કચ્છનાં અલગ અલગ મોટાં શહેરોમાં આવી ટૂર્નામેન્ટનું આયોજન થાય છે. કોલેજ અભ્યાસમાં પ્રવેશતા સમાજના છાત્રા-છાત્રોને બચત થતી રકમમાંથી સહયોગ અપાય છે. ફાઇનલ ઇનામ વિતરણમાં ન.તા. પંચાયત પૂર્વ પ્રમુખ અને મોટી વિરાણી ગ્રામ વિ. મંડળના પ્રમુખ ભરત સોમજિયાણી, સરપંચ ગોવિંદ બળિયા, ન્યાય સ.ના ચેરમેન કાનજી બળિયા, તા.પં.ના સદસ્ય ગોરધન રૂડાણી, ડો. હિતેષ જાની (પૂર્વ પ્રદેશ ભાજપ મંત્રી), મમુભાઇ દેસાઇ (હિન્દુ યુવા સંગઠન), નરસિંહ જોગી (મહામંત્રી, કચ્છ જોગી સમાજ), અદ્રેમાન ચાકી (પ્રમુખ, મોટી વિરાણી મુસ્લિમ સમાજ), ઉમર ખત્રી (કચ્છમિત્ર પત્રકાર), લખમશી જોગી (પ્રમુખ, ન.તા. જોગી સમાજ), જીતુભાઇ જોગી, શબ્બીર લંઘા, ધનજીભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દાતા પ્રદ્યુમનસિંહ જાડેજા (ધારાસભ્ય-અબડાસા), ભરતભાઇ સોમજિયાણી (સરપંચ), ગોવિંદભાઇ, ઉપસરપંચ રતિલાલ મામા, કાનાભાઇ બળિયા વગેરેનો સહયોગ સાંપડયો હતો. આયોજન ભુવી જોગી, અર્જુન જોગી, અરવિંદ જોગી, રાજેશ જોગી, ભરત જોગી વગેરેએ કર્યું હતું. મેન ઓફ ફાઇનલ રોની જોગી, મેન ઓફ ધ સિરિઝ શૈલેશ જોગી, બેસ્ટ બોલર જીતુ જોગી, બેસ્ટ બેટ્સમેન દિનેશ જોગી, બેસ્ટ વિ.કી. વિનોદ જોગી, ઇમેજિંગ પ્લેયર કરસન જોગી રહ્યા હતા. સંચાલન રાહુલ ગોસ્વામી, આભારવિધિ પ્રવીણ જોગીએ કરી હતી. અમ્પાયર આદી નાકરાણી, રાહુલ, શબ્બીર, ભરત રાઠોડ, કોમેન્ટરી નીખિલ પઢિયાર, મહેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd