• શુક્રવાર, 02 મે, 2025

મુંદરામાંથી બે બાંગલાદેશી પરિવાર જબ્બે

ભુજ, તા. 1 : અમદાવાદના ચંડોળામાં પોલીસે સપાટો બોલાવી ઘૂસણખોર બાંગલાદેશીઓને ઝડપી અને આવા ઘૂસણખોરોની ગેરકાયદે વસાહત પર બુલડોઝર ફેરવી આકરાં પગલાં વચ્ચે ત્યાંથી નાસીને મુંદરાના સુખપરવાસમાં આવી ચડેલા બે બાંગલાદેશી ઘૂસણખોર પરિવારને એસઓજીએ ઝડપી લીધા છે. પશ્ચિમ કચ્છ-ભુજના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા ઔદ્યોગિક વસાહતો, મજૂર વસાહતો, સ્પા, હોટેલ-ઢાબા, લેબર કોન્ટ્રાક્ટરની તલાશી કરી ઘૂસણખોરને શોધવાની કાર્યવાહી દરમ્યાન ગઇકાલે હે.કો. ચેતનસિંહ જાડેજા તથા ગોપાલભાઇ ગઢવીને મુંદરા ખાતેના સુખપરવાસમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગલાદેશી નાગરિકો સંબંધે બાતમી મળતાં ત્યાંથી બે બાંગલાદેશી ઘૂસણખોર પરિવારને પકડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલા આ બાંગલાદેશી ઘૂસણખોરોમાં મૂળ ગામ મુલારહાટ, જિલ્લો બાગીરહટ બાંગલાદેશના આ 45 વર્ષીય મોહમ્મદ આલમ મોહમ્મદ હુસૈન શેખ અને તેના પત્ની સીમા તથા 20 વર્ષીય યુવા પરિણીત પુત્રી ખદીજા નવાબ જુણેજા અને પુત્રી  માબિયા (15) અને પુત્ર હસન (12) તેમજ બાંગલાદેશના ચર્કુલિયા ગામ જિલ્લો બાગીરહટનો 24 વર્ષીય યુવાન મોહમ્મદ ફૈસલ મોહમ્મદ બુરહાન શેખ અને તેના પત્ની મરિયમ (19) તથા દોઢ વર્ષની દીકરી રાબિયા જેઓ હાલે ચંડોળા તળાવ અમદાવાદ રહેતા હતા તેઓનો આમાં સમાવેશ થાય છે. આ નાના-મોટા આઠ ઘૂસણખોર બાંગલાદેશી વિરુદ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી બાંગલાદેશ પરત મોકલવાની તજવીજ ચાલુમાં હોવાનું એસઓજીની યાદીમાં જણાવાયું છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પી.આઇ. કે. એમ. ગઢવી, પી.એસ.આઇ. એન. ડી. જાડેજા, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ ઝાલા, દિનેશભાઇ ગઢવી, હે.કો. ચેતનસિંહ, ગોપાલભાઇ તથા રઘુવીરસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, રજાકભાઇ સોતા, ભાવેશભાઇ ચૌધરી અને કોન્સ. દિનેશભાઇ ચૌધરી તેમજ મુંદરા મરીન પો. સ્ટે.ના મહિલા હે.કો. રાહીબેન જાટ, ભુજ શહેર એ-ડિવિઝન પો. સ્ટે.ના મ. પો. કોન્સ. જયશ્રીબેન સોલંકી જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd