અંજાર, તા. 18 : સાવિત્રીબાઈ ફૂલે કચ્છ કલા
મહાસંઘના ઉપક્રમે સુગારિયા પાસે પંચમુખી હનુમાન
મંદિર પરીસરમાં સર્વ જ્ઞાતિય સમરસ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 11 નવદંપતીએ પ્રભુતામાં પગલાં
માંડયાં હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ વિનોદભાઈ ચાવડાએ સમરસ સમૂહ લગ્નોત્સવનાં
આયોજનને પ્રેરણાદાયી ગણાવી આયોજક બહેનોનાં કાર્યને બિરદાવ્યું હતું. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ પણ આ પહેલને આવકારી હતી. પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ
આહીરે માતૃશકિતને અતુલ્ય ગણાવી હતી. લઠેડીના મડદપીરદાદા સ્થાનકના સંત દિનેશદાદા ઉપસ્થિત રહ્યા હતા. હનુમાન ટેકરીના મહંત સીતારામદાસ
બાપુ, સંત ભાણદાસ બાપુ, યોગી
દેવનાથ બાપુ, સંત ચેતનગિરિ બાપુ, સારથીમા સહિતનાએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યાં હતાં. લગ્નવિધિ
કરમણ મારાજે સંપન્ન કરાવી હતી. કાર્યક્રમમાં
વિનોદભાઈ સોલંકી, જિલ્લા પંચાયતના સભ્ય મ્યાજરભાઈ આહીર,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, જિલ્લા ન્યાય
સમિતિના ચેરમેન કુંવરબેન મહેશ્વરી,
તાલુકા ભાજપ પ્રમુખ બી.એન. આહીર,રમેશભાઈ ચાવડા,
વી.કે. હુંબલ,અરજણભાઈ ખાટરિયા, ભારતીબેન ઠાકોર,હરીભાઈ જાટિયા, ગોકુળભાઈ ડાંગર,શાંતિભાઈ ભંડેરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સાવિત્રીબાઈ ફૂલે કચ્છ જિલ્લા
કલા મહાસંઘનારસીલાબેન ડુંગરિયા(સુગારિયા),
ગીતાબેન ડુંગરિયા(સતાપર), કસ્તુરબેન શેખા(દેવપર-યક્ષ), પારૂલબેન શેખવા(ભુજ) દ્વારા સમૂહ
લગ્નોત્સવનું આયોજન સુપેરે પાર પાડવામાં આવ્યું હતું. આ કાર્ય માટે અનેક લોકોનો સહકાર
સાંપડયો હતો.