ગાંધીધામ, તા. 27 : દેશના મહાબંદરોમાં સતત 16 વર્ષ સુધી પ્રથમ સ્થાને રહેલા અને પુન: પ્રથમ સ્થાન મેળવવા માટે ચાલુ નાણાકીય વર્ષના અંતે 150 મીલીયન મેટ્રીક ટનના લક્ષ્યાંક સાથે કામગીરી કરતા દિનદયાલ પોર્ટ ઓથોરીટીને તાજેતરમાં દિલ્હી ખાતે આયોજીત સમારોહમાં સાગર આંકલન પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. જેમાં કાર્ગો હેન્ડલીંગના બે પૈકી એક ક્ષેત્રમાં પ્રથમ અને બીજા ક્ષેત્રમાં બીજો ક્રમાંક મેળવ્યો હતો. નવી દિલ્હી ખાતે આયોજીત સમારોહમાં ડી..પી.એ ચેરમેન સુશિલકુમાર સિંઘે શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલના હસ્તે આ પ્રમાપપત્ર સ્વિકાર્યું હતું .લોજીસ્ટીક પોર્ટ પર્ફોમન્સમાં કન્ટેનર હેંડલીંગમાં પ્રથમ જયારે બલ્ક કાર્ગો વિભાગમાં બીજો ક્રમ હાંસલ કર્યો હતો. દેશના મેરીટાઈમ સેકટરના વિકાસ માટે પોર્ટ પ્રશાસન દ્વારા સતત પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.