• રવિવાર, 27 એપ્રિલ, 2025

શિણાયમાં 3.52 કરોડના ખર્ચે બે રસ્તાના મજબૂતીકરણનાં કામનો આરંભ

ગાંધીધામ, તા. 26 : તાલુકાના શિણાય ગામે  માતબર રકમના ખર્ચે બે રોડ-રસ્તાનાં મજબૂતીકરણનાં કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. રૂા. 288.95 લાખના ખર્ચે શિણાય-દેવળિયા રોડ અને રૂા. 63.52 લાખના ખર્ચે બાલાજી વે-બ્રિજથી મોડવદર સીમાડા રોડનું સર્ફાસિંગ-મજબૂતીકરણનાં કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય  માલતીબેન મહેશ્વરીનાં હસ્તે શાત્રોક્ત વિધિથી કરવામાં આવ્યું હતું. બંને રોડ હાલ ખરાબ હાલતમાં હોવાથી શિણાય - દેવળિયા અને પડાણા-મોડવદર વિસ્તારના લોકો, વ્યવસાયકારો તરફથી રોડની મરંમત-સુધારણા માટે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્યે સંબંધિત અધિકારી વર્ગ સાથે સંકલન સાધી આ રોડ માટે દરખાસ્ત તૈયાર કરાવી હતી. અગ્રતાક્રમે દરખાસ્ત મંજૂર કરાવી હતી. આ પ્રસંગે ધારાસભ્યએ તેમના મતવિસ્તારનો કોઈ પણ વિસ્તાર વિકાસથી વંચિત નહીં રહી જાય તેવી ખાતરી  હતી. આ પ્રસંગે ભાજપ તાલુકા પ્રમુખ દેવેન્દ્રાસિંહ જાડેજા, સરપંચ દીપકભાઈ, બધાભાઈ આહીરનિખિલભાઈ હડિયા, અન્ય હોદ્દેદારો તથા  ગ્રામજનો હાજર રહ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd