ભુજ, તા. 28
: પાંચ વર્ષ પહેલાંના ભુજ બી-ડિવિઝન પોલીસ મથકમાં વ્યથા તેમજ જાતિ અપમાનિત કેસમાં લોરિયના
આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. ગત તા. 29/11/ 2019ના બી-ડિવિઝન પોલીસ મથકે લોરિયાના
લાલજીભાઇ કાનજીભાઇ ઉર્ફે કાનાભાઇ મહેશ્વરી (અનુસૂચિત જાતિ)એ ફરિયાદ નોંધાવી હતી કે,
આરોપી સંદીપ ઉર્ફે ભૂરો હરિભાઇ રાઠોડ (આહીર)એ ફરિયાદીને ખેતર થાળે આપી અને રૂપિયા બાબતે
તકરાર કરતાં આરોપી સંદીપે ફરિયાદીને માથામાં કુહાડી મારી જાતિ અપમાનિત કર્યાની ફરિયાદ
નોંધાવી હતી. આ કેસ સ્પે. જજ (એટ્રોસિટી) સમક્ષ ચાલતાં ફરિયાદી પક્ષે એકથી 12 મૌખિક
સાહેદ તથા 1થી 8 દસ્તાવેજી પુરાવા તપાસાયા હતા, પરંતુ ટ્રાયલ દરમ્યાન સાહેદોની જુબાનીમાં
વિરોધાભાસ અને મેડિકલ ઇજા સુસંગત ન હોઇ આરોપી સંદીપને નિર્દોષ જાહેર કરાયો હતો. આરોપી
પક્ષે સંતોષસિંહ આર. રાઠોડ, ચિન્મય એચ. આચાર્ય, જિગરદાન એમ. ગઢવી, રોહિત એમ. મહેશ્વરી
હાજર રહ્યા હતા.