• રવિવાર, 29 ડિસેમ્બર, 2024

માધાપરનાં નવચેતન અંધજન મંડળનો વાર્ષિકોત્સવ ઊજવાયો

ભુજ, તા. 28 : દિવ્યાંગજનોનાં કલ્યાણ ક્ષેત્રે છેલ્લા 49 વર્ષથી કાર્ય કરતી માધાપરની સંસ્થા નવચેતન અંધજન મંડળનો 49મો વાર્ષિક ઉત્સવ સંસ્થાના દિવ્યાંગ વિદ્યાવિહાર ખાતે ઊજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત સંસ્થાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના દ્વારા થઇ હતી. સંસ્થાના સ્થાપક જનરલ સેક્રેટરી લાલજીભાઈ એમ. પ્રજાપતિ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાલ અને પ્રતિક દ્વારા કરવામાં આવ્યું હતું. સર્વે મહેમાનોએ નવનિર્મિત ઈ પબ સેન્ટરમાં દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં સમારંભ પ્રમુખ વિનોદભાઈ કે. શાહ રતન પ્લાસ્ટિક-મુંબઈ, રાજ્યના ભૂતપૂર્વ નાણાપ્રધાન બાબુભાઈ મેઘજી શાહ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, લાયન્સના પૂર્વ ડીસ્ટ્રીકટ ગવર્નર ભરતભાઈ મહેતા, ગાંધીધામના રમેશભાઈ સોરઠિયા, કેરા-યુ.કે.ના કિશોરભાઈ નારદાણી, કેર એજ્યુકેશન ટ્રસ્ટ-યુ.કે.ના નીતિનભાઈ શાહ, રામજી કાનજી હિરાણી ચેરિટેબલ ટ્રસ્ટ-ભારાસરના જાદવજીભાઈ વરસાણી, લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટ-ભુજના પ્રમુખ સંજય દેસાઈ, નૈરોબીના દેવજી કરસન દબાસિયા, યુ.કે.ના કીર્તિભાઈ હીરજીભાઈ હિરાણી, વાલજી લાલજી વેકરિયા, હરજીભાઇ કુંવરજી લાછાણી તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના મંત્રી હિમાંશુભાઈ સોમપુરાએ સંસ્થાનો પરિચય આપી છેલ્લા 49 વર્ષમાં થતી કામગીરી વિશે માહિતગાર કર્યા હતા. સંસ્થાના કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ મનીષાબેન મહેન્દ્રભાઈ ગોરસીયાને સ્વ. કરશન એલ. વેકરિયા પારિતોષિક, કૃપાબેન પ્રકાશભાઈ ગોરને ભાનુકાંત એલ. ઠક્કર પારિતોષિક, નૈમેષકુમાર રમેશભાઈ પટેલને સ્વ. કુંવરજી વેલજી લાછાણી પારિતોષિક, લીલાવંતીબેન અમૃતલાલ વાણંદને સ્વ. રાધાબેન જી. ડબાસિયા પારિતોષિક તેમજ ગુજરાતમાં દિવ્યાંગતા ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક રણછોડભાઈ પુખરાજભાઈ સોનીને સ્વ. કરસન એમ. વેકરિયા પારિતોષિક, કચ્છ જિલ્લામાં સંગીત ક્ષેત્રે કામગીરી કરનાર પ્રજ્ઞાચક્ષુ શિક્ષક રિતેશભાઈ બિપીનભાઈ પટેલને સ્વ.ચાંપશીભાઈ ડી. નંદુ પારિતોષિક ઉપરાંત લાલજીભાઈ એમ. પ્રજાપતિ શિષ્યવૃત્તિ જેઓએ સમગ્ર કચ્છમાં દિવ્યાંગજનોમાં સૌથી વધુ ટકા મેળવનાર ધો. 10ના ગોરાણી મયંક દિલીપભાઈને અને ધો. 12ની મહેશ્વરી ભૂમિકા રામજીભાઈને ચેક અપાયો હતો. મહેમાનો-અગ્રણીઓ તથા દાતાઓના હસ્તે પારિતોષિક અપાયા હતા. પારિતોષિક વિજેતા રણછોડભાઈ પુખરાજભાઈ સોની તથા  રિતેશભાઈ બિપીનભાઈ પટેલ દ્વારા એવોર્ડ પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. સંસ્થાના દિવ્યાંગ વિદ્યાવિહાર, દિવ્યાંગ કન્યાકુંજ તથા આઈ.ટી.સી.ના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ સંસ્થાના ચીફ કો-ઓર્ડીનેટર દીપકભાઈ પ્રસાદે, જ્યારે કાર્યક્રમનું સંચાલન કો-ઓર્ડીનેટર રીમાબેન ભાટિયા તેમજ વિશિષ્ટ શિક્ષિકા માધવીબેન દવેએ કર્યા હતા. સમાજ સુરક્ષા અધિકારી નરેશભાઈ ચૌહાણ, એન.એમ. ધારાણી, મંત્રી વનરાજાસિંહ જાડેજા, ખજાનચી ઝીણાભાઈ દબાસિયા, સભ્યો હોથુજી જાડેજા, જાદવજીભાઈ વેકરિયા, મનોજભાઈ જોષી, ઝરણાબેન વ્યાસ, કરસનભાઈ હિરાણી, પંકજબાલા લુહાર, તારકભાઈ લુહાર, હરજીભાઈ કુંવરજી લાછાણી, દામજીભાઈ ઓઝા, તરૂબેન શાહ, ગીતાબેન નારદાણી, લાલુબેન વેકરિયા કર્મચારીઓ, બાળકો, વૃદ્ધો, વાલીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd