• રવિવાર, 29 ડિસેમ્બર, 2024

વર્તમાન સમય જ્ઞાન અને શિક્ષણનો

ભુજ, તા. 28 : માંડવી તાલુકા અને શહેર રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા સરસ્વતી સન્માનનું આયોજન રાપર વિધાનસભાના ધારાસભ્ય અને જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. યુવા કાર્યકર મહેન્દ્રસિંહ જાડેજાએ મહેમાનોને શાબ્દિક આવકાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં ધો. 6થી 12, સ્નાતક-અનુસ્નાતક તથા વ્યવસાયિક લાયકાત મેળવનાર દીકરા-દીકરીઓનું પ્રમાણપત્ર ભેટ વડે ખાસ સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિશેષમાં તબીબની પદવી પ્રાપ્ત કરનાર કુ. ચાંદનીબા બળવંતસિંહ ઝાલા અને જી.સેટ આસિસ્ટન્ટ પ્રોફેસર હિમાંશીબા દીપસંગજી સોઢાનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. છાત્રો વતી કુ. પ્રગતિબા દીપસંગજી જાડેજાએ પ્રતિભાવ રજૂ કર્યા હતા. સામાજિક-રાજકીય અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજાએ વર્ષ દરમ્યાન ક્ષત્રિય સમાજે દશેરા અને સરસ્વતી સમારંભ યોજવા જોઇએ તેના પર ભાર મૂક્યો હતો. માંડવી શહેર રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ સામતસિંહ સોઢાએ સન્માન પ્રાપ્ત કરનારા દીકરા-દીકરીઓને શુભેચ્છા આપી હતી. સર્વત્ર શિક્ષણનું પ્રમાણ વધ્યું છે ત્યારે ત્રીશિક્ષણને પ્રોત્સાહન આપવા હાકલ કરી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ પાણી પુરવઠા વિભાગના હરિસિંહ સોઢાએ સમાજમાં શિક્ષણની આવશ્યકતા ઉપર કહ્યું હતું કે, વર્તમાન સમય જ્ઞાનનો છે ત્યારે શિક્ષણ પર ભાર મૂક્યો હતો. પીઢ અગ્રણી વીરેન્દ્રસિંહ જાડેજાએ શુભેચ્છા આપી આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમનું આયોજન સમાજના અગ્રણી જાલુભા જાડેજા તથા સામતસિંહ સોઢાના માર્ગદર્શન અને પ્રેરણા થકી યુવા સભ્યો સર્વે મહેન્દ્રસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, મહાવીરસિંહ સોઢા, પ્રહલાદસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, કલ્પેશસિંહ સોઢા વગેરેએ કર્યું હતું. શૈક્ષણિક વિભાગની જવાબદારી મદનસિંહ, ચાવડા, મહેશસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, ભગવતસિંહ વાઘેલા, જિતેન્દ્રસિંહ સોલંકી, બળવંતસિંહ ઝાલા, પરબતસિંહ વાઘેલા, જયદેવસિંહ જાડેજા, જયશ્રીબા જાડેજા, મંછાબા જાડેજા, ગીતાબા જાડેજાએ સંભાળી હતી. માંડવી શહેર અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો મુખ્યદાતા જાલુભા જાડેજા, જિલ્લા કરણી સેનાના પ્રમુખ માધુભા જાડેજા, યુવા સભા પ્રમુખ ગજુભા જાડેજા, તા.પં. સદસ્ય બળુભા જાડેજા, કનુભા જાડેજા, અરવિંદસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ચંદુભા જાડેજા, પ્રતાપસિંહ સોઢા, દીપુભા સોઢા, હમીરજી સોઢા, રવિરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ઝાલા, બળવંતસિંહ જાડેજા, અજિતસિંહ સોઢા, પ્રવીણસિંહ ચાવડા, દીપકસિંહ જાડેજા, માધુભા જાડેજા, પચાણજી સામતજી સોઢા, ગગુજી સોઢા, ભરતસિંહ સોઢા, મહાદેવપુરી, નટુભા જાડેજા, વીરેન્દ્રસિંહ જાડેજા, કિરીટસિંહ ચાવડા, ભાઇજી જાડેજા, શૈલેન્દ્રસિંહ, પ્રતાપસિંહ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મદનસિંહ ચાવડા, જયશ્રીબા જાડેજા, મંછાબા જાડેજાએ, આભારવિધિ જયેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd