શ્રીનગર, તા.
28 : જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપનાં કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી.
રાત્રે 9.06 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેનાં કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો
હતો અને કડકડતી ઠંડી વચ્ચે તેઓ ઘરની બહાર નીકળી સલામત સ્થળે દોડી ગયા હતા. નેશનલ સિસ્મોલોજી
સેન્ટર અનુસાર, જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં જમીનની સપાટીથી 10 કિ.મી. ભૂકંપનું
કેદ્રાબિંદુ નીચે હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી.