નવી દિલ્હી, તા.
28 : દેશનું જનજીવન થીજવી નાખતા ઠારથી થર થરી રહ્યું છે. કાશ્મીરમાં એ હદે હિમવર્ષા
થઇ હતી કે, શ્રીનગર-લેહ ધોરીમાર્ગ બંધ થઇ ગયો હતો. મુગલ રોડ પણ બંધ થઇ ગયો હતો. બીજી
તરફ, વરસાદે દિલ્હીમાં 15 વર્ષ, અજમેરમાં 14 વર્ષનો વિક્રમ તોડી નાખ્યો હતો. 24 કલાકમાં
9.1 મિમી. સાથે દિલ્હીમાં દોઢ દાયકા બાદ ડિસેમ્બરમાં આટલો વરસાદ થયો હતો. એજ રીતે,
રાજસ્થાનનાં અજમેરમાં પણ ડિસેમ્બરમાં 24કલાકમાં 21.4 મિ.મી. વરસાદ થયો છે, જે 14 વર્ષમાં
સૌથી વધુ છે. હિમવર્ષાનાં પગલે શ્રીનગર-જમ્મુ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે હજાર વાહન ફસાઇ ગયાં હતાં. શ્રીનગર એરપોર્ટ પર શનિવારે
80 ટકા ઉડાનો રદ્ કરી દેવી પડી હતી.