• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

આંધ્રને ધમરોળીને નબળું પડયું `અર્નબ': પાંચ મોત

નવી દિલ્હી, તા. 28 : ચક્રવાતી તોફાન અર્નબ બુધવારે વ્હેલી સવારે આંધ્ર પ્રદેશના તટ પાસે ત્રાટકયા બાદ આગળ વધ્યું હતું અને કમજોર પડયું હતું  તોફાની પવનને લીધે ખાસ કરીને આંધ્રમાં ઘણાં વૃક્ષો, વિજળીના થાંભલા તેમજ સડકો ક્ષતિગ્રસ્ત થયા હતા. આંધ્ર પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ કરંટ લાગવાથી પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં. 714 ગામમાં નુકસાન થયું છે. 30 ઘર નષ્ટ થઇ ગયા હતા આંધ્ર ઉપરાંત ઓરિસ્સા અને છત્તીસગઢના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કેન્દ્ર સરકાર પાસે કેન્દ્રીય ટીમો અને આર્થિક સહાયની માંગ કરી છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ અનુસાર અત્યંત ભીષણ ચક્રવાતી તોફાન અર્નબ આંધ્ર પ્રદેશ અને યનમના તટને પાર કરી ચૂક્યું છે અને કમજોર થઈને ભીષણ ચક્રવાતી તોફાનમાં બદલાયું છે. આઇએમડીએ કહ્યું હતું કે, ચક્રવાત દરમિયાન ચક્રવાતમાં હવાની ગતિ 125-135 કિમી પ્રતિકલાક રહી હતી અને વચ્ચે આ ઝડપ 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી હતી. આઇએમડી અનુસાર તોફાનના પ્રભાવના કારણે આંધ્ર પ્રદેશ અને યનમ, ઓરિસ્સા અને છત્તીસગઢમાં અમુક સ્થળે ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 29-30 ઓક્ટોબરના રોજ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં તેમજ ઝારખંડ અને બિહારમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે નવા રિપોર્ટમાં કહ્યું છે કે ચક્રવાત અર્નબ અને અન્ય હવામાન પ્રણાલીના પ્રભાવથી દેશના ઘણા હિસ્સામાં આંધી, વીજળી અને ભારે વરસાદની સંભાવના છે. પૂર્વ અને મધ્ય ભારતના ઓરિસ્સા અને છત્તીસગઢમાં 31 ઓક્ટોબર સુધી ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આવી જ રીતે ઝારખંડ, પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભમાં પણ વરસાદની અસર રહેવાની શક્યતા છે.  હવામાન વિભાગે કહ્યું હતું કે રાયલસીમા, તટીય આંધ્ર પ્રદેશ અને યનમાં સૌથી વધારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન હવાની ગતિ 80-90 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી શકે છે. તમિલનાડુ, પુડ્ડુચેરી અને કર્ણાટકમાં ચાલુ અઠવાડીયે અલગ અલગ દિવસે વરસાદ પડી શકે છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd