નવી દિલ્હી, તા. 28 : ભારતીય ટીમે
ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની વન ડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરતા 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે.
ત્રીજી અને અંતિમ વન ડે મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વેને આઠ વિકેટે હરાવ્યું હતું.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી નહોતી
અને આખી ટીમ 39.5 ઓવરમાં માત્ર 131 રને ઓલઆઉટ થઈ હતી. જવાબમાં
ભારતીય ટીમે 132 રનનું લક્ષ્ય 17 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધું હતું. પહેલા બોલિંગ કરતા ભારતીય બોલરોએ ઝિમ્બાબ્વે ઉપર
શરૂઆતથી જ દબાણ રાખ્યું હતું. ભારત તરફથી વૈષ્ણવી શર્માએ ઘાતક બોલિંગ કરતા 10 ઓવરમાં 39 રન આપીને પાંચ વિકેટ લીધી હતી
જ્યારે ક્રાંતિ ગૌડે બે વિકેટ અને શયાલી શાદધારે પણ બે વિકેટ લીધી હતી. ભારતીય બોલરોનાં
પ્રદર્શન સામે મેહમાન ટીમ ટકી શકી નહોતી અને 131 રનમાં ઓલઆઉટ થઈ હતી. નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય
ટીમની શરૂઆત સારી રહી નહોતી અને પહેલા જ બોલે યાસ્તિકા ભાટિયા ખાતું ખોલ્યા વિના આઉટ
થઈ હતી. બાદમાં પ્રતિકાર રાવલ અને હરલીન દેઓલે બાજી સંભાળી હતી. પ્રતિકાએ 59 રન કર્યા હતા. જ્યારે શેફાલીએ માત્ર 26 બોલમાં નોટઆઉટ 51 રન કર્યા હતા. જેની મદદથી ટીમને 17મી ઓવરમાં જ જીત મળી હતી. વન ડે શ્રેણી
પહેલા ભારતીય મહિલા ટીમે ટી20 શ્રેણી પણ
3-0થી જીતી હતી. આ રીતે ઝિમ્બાબ્વેની
ટીમ ભારત પ્રવાસે ત્રણ ટી20 અને ત્રણ
વનડે મુકાબલા હારીને ખાલી હાથે પરત ફરી રહી છે.