• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

174 યાત્રી બચાવનાર ગુજ્જુ કેપ્ટન સ્મિતને યુએઈનું સર્વોચ્ચ સન્માન

નવી દિલ્હી, તા. 28 : ગુજરાતી મૂળના પાઈલોટ કેપ્ટન સ્મિત મચ્છરને ઈઝરાયલ તરફ વિમાનમાં આકાશમાં મોટી દુર્ઘટના ટાળીને 174 મુસાફરના જીવ બચાવવા અને ગંભીર સંકટના સમયે અસાધારણ સાહસ દાખવવા બદલ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) દ્વારા દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે.  યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહ્યાને કેપ્ટન સ્મિત મચ્છર અને તેમના ક્રૂ મેમ્બર્સને પ્રથમ શ્રેણીના `ઓર્ડર ઓફ જાયદ II' સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે આ તમામ ક્રૂ સભ્યોને આ એવોર્ડ અર્પણ કર્યો હતો. દુબઈ મીડિયા ઓફિસે સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિશે સત્તાવાર માહિતી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ક્રૂ સભ્યો સાથે મુલાકાત પણ કરી હતી અને તેમની વફાદારી, સૂઝબૂઝ તથા બહાદૂરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd