• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

મોદી કાલથી બે દિ'ના ગુજરાતના પ્રવાસે

અમદાવાદ, તા.28 : આગામી 30મી, અને 31મી, ઓક્ટોબરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે, બનાસકાંઠાના ભીલડી ખાતે વડાપ્રધાનની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસ  કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરાયું છે. જેમાં વડાપ્રધાનના હસ્તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાની રકમ દેશભરના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ 24માં હપ્તા હેઠળ સમગ્ર દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 18,680 કરોડથી વધુની સહાય મળશે. જે પૈકી એકલા ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 1051 કરોડથી વધુની આર્થિક સહાય પ્રાપ્ત થશે. આ અગાઉ 1 થી 23 હપ્તાઓ દ્વારા દેશના 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ. 4,47,000 કરોડથી વધુ તથા ગુજરાતના 69.26 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂ. 24,137 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી ચૂકી છે.  કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભીલડી ખાતે આયોજિત આ રાષ્ટ્રીય કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના હસ્તે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે અનેક મહત્વના પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન થશે. જેમાં રૂ. 328.77 કરોડના ખર્ચે તૈયાર 'ભારત બોવાઇન બ્રાડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર' (BBRC)નું લોકાર્પણ, બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતે નવા 2 કોપ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન તથા બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને UHT–ASRSનું ઇ-લોકાર્પણ સમાવિષ્ટ છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd