• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

વાંકુ ગામે બસ સ્ટેશન પાસે ગેરકાયદે બાંધકામ હટાવાયું

નલિયા,તા 28 : અબડાસા તાલુકાના જખૌ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વાંકુ ગામે બસ સ્ટેશન નજીક અસામાજિક તત્ત્વ દ્વારા કરવામાં આવેલું ગેરકાયદે કોમર્શિયલ દબાણ આજરોજ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું.  સમગ્ર કચ્છમાં સરકારી જમીન પર થયેલી પેશકદમી દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે અબડાસામા એક નાનકડા ગામમાં ધાક બેસાડતી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી અબડાસા દબાણ શાખાના નાયબ મામલતદાર આર.વી. બારોટ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના વર્ક આસિસ્ટન્ટ હરક્ષિત ગોસ્વામી તેમજ જખૌ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પી.આઇ. આર. જે. ગોહિલની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી. યોગ્ય પોલીસ બંદોબસ્ત સાથે આ સમગ્ર કામગીરી કોઈપણ અનિચ્છનીય બનાવ વગર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd