મોટી રાયણ (તા. માંડવી), તા. 28 : અહીંના લક્ષ્મીનારાયણ
કડવા પાટીદાર સમાજ અને જળસંચય સમિતિના સંયુક્ત ઉપક્રમે પૂ. બ્રહ્મલીન શાંતિદાસજી મહારાજની
સ્મૃતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દાતાઓના સહયોગથી મોટી રાયણ ગામના
ચોપડાનગરના સાર્વજનિક પ્લોટમાં વૃક્ષારોપણ કરીને અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ અભિયાન અંતર્ગત વાવેલા છોડને ખાતર, પાણી અને યોગ્ય જાળવણી પૂરી પાડવાની જવાબદારી સમિતિ દ્વારા નિભાવવામાં આવશે.
સમિતિ દ્વારા આગામી સમયમાં ગામનાં અન્ય જાહેર સ્થળોએ પણ વધુમાં વધુ વૃક્ષો વાવવાનો
સંકલ્પ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉમા સાગરની આસપાસ તેમજ જડાણથી નવનીત સાગર સુધીના
માર્ગની બંને બાજુ વૃક્ષારોપણ કરવાની યોજના છે. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ
રેખાબેન છાભૈયા, સદસ્ય મંજુલાબેન સીજુ, સરપંચ નવીન ગઢવી, સુરેખાબેન ચૌધરી, હેમલતાબેન રામજિયાણી, જળસંચય સમિતિના પ્રમુખ સુરેશ ચોપડા,
સમાજના પ્રમુખ લક્ષ્મીચંદ વાસાણી, વર્ષાબેન વાસાણી,
નવીન પોકાર, અમૃત દડગા, અશોક
દડગા, જેઠાલાલ સીજુ, હીરાલાલ પોકાર,
એસ. વી. પટેલ, પ્રવીણ પોકાર, શંકર વેલાણી, જયંતી સેંઘાણી, હર્ષ
રંગાણી સહિત જળસંચય સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પૂ. બાપુની સ્મૃતિમાં મોટી રાયણ
પ્રાથમિક શાળાનાં બાળકોને ભોજન પ્રસાદ કરાવાયું હતું. આ પ્રસંગે સમિતિના પ્રમુખ શ્રી
ચોપડાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં જળસંચયનાં કાર્યોને વેગ
આપવા સાથે આસપાસના વિસ્તારોમાં પણ વધુ વૃક્ષારોપણ થાય તે માટે સમિતિ સતત પ્રયત્નશીલ
રહેશે. વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણનું જતન અને જળસંચયને પ્રોત્સાહન મળે તેવો આ અભિયાનનો
મુખ્ય હેતુ છે.