ભુજ, તા. 28 : અદાણી
મેડિકલ કોલેજમાં વર્ષ 2026 માટે
18 મો વ્હાઇટ કોટ સમારંભ યોજાયો હતો.મહર્ષિ
ચરકના આદર્શોનું અનુસરણ કરવાના સંકલ્પ સાથે 150 વિધાર્થીઓએ સફેદ કોટ ધારણ કરી શિક્ષણ સફરનો પ્રારંભ કર્યો તે પ્રસંગે
ડોક્ટર બનવા જઈ રહેલા નવોદિતોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.વક્તાઓએ સફેદ
કોટને સેવા અને વિશ્વાસનો સંકલ્પ ગણાવ્યો હતો.
ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમને દીપ પ્રગટાવીને ખુલ્લો મૂક્યા બાદ અદાણી
હેલ્થ કેર ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રશાંત ઝવેરીએ અદાણી હેલ્થ કેર ગ્રુપ ભુજ સ્થિત ગેઈમ્સમાં સેવાકીય
અને મેડિકલ શૈક્ષણિક ક્ષેત્રે રોકાણ માટે કટિબદ્ધ
હોવાનું જણાવી ઉમેર્યું કે,આ દિશામાં આગળ વધવાનો પ્રારંભ થઈ ગયો છે.તેમણે
અદાણી હેલ્થ કેર ગ્રુપ દેશના અગ્રીમ હરોળના શહેરોમાં સુપર સ્પેશિયાલિસ્ટ સેવા અને શિક્ષણનો
પ્રારંભ કરવા જઈ રહી છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. 2026ની બેચના નવોદિતોને જીવનમાં મજબૂત જીવન
મૂલ્યો કેળવવા ઉપર ભાર મૂકી બહેતર જીવન માટે અનુરોધ કર્યો હતો. આરોગ્ય સેવાને તેમણે
ઉમદા વ્યવસાય ગણાવ્યો હતો. ગેઈમ્સના મેડિકલ ડાયરેક્ટ ડો.નરેન્દ્ર હિરાણીએ જણાવ્યું
કે આ 18મી બેચ છે. ગેઇમ્સ હવે યુવાન વયે છે.ગેઇમ્સ
સુપર સ્પેશિયાલિસ્ટની દિશા નિર્ધાર કરી છે અને આગામી દિવસોમાં ઝડપથી અગ્રેસર બનશે.
અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એડ્યુકેશન એન્ડ રિસર્ચ મહારાષ્ટ્રના ડિરેક્ટર હોસ્પિટલ
ડો.ચંદ્રશેખર મહાકાલકરે જણાવ્યું હતું કે,`જ્યારે દર્દી બેડ ઉપર હોય ત્યારે એ વાત
યાદ રાખજો કે,ઘરે તેમના સ્વજનો રાહ જુએ છે.` ડોક્ટર્સ માટે દર્દીની સલામતી જ સર્વસ્વ
છે. - આસિ.ડિન ડો. અમિત મહેશ્વરીએ શપથ ગ્રહણ કરાવ્યા
હતા. : જુદી જુદી બેચના વિધાર્થીઓને એકેડેમિક એચિવર્સ એવોર્ડ
અપાયા હતા. 2026ની બેચના મોગલ સૈફવિન અને સંસ્કૃતિ દેત્રોજાએ
પ્રતિભાવો આપ્યા હતા. ફેકલ્ટીસ અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઉપસ્થિત રહ્યા હતા.ઇવેન્ટ મેનેજર
તરીકે ડો.પારસ પારેખ અને ડો.મોનાલી જાનીએ કાર્યભાર સાંભળ્યો હતો સંચાલન કાલિન્દી રાજગોર
અને શુભમ પોંકિયાએ કર્યું હતું. - કચ્છના
43 વિદ્યાર્થીઓએ સફેદ કોટ પહેર્યો : ભુજના
સૌથી વધુ 23 : અદાણી
મેડિકલ કોલેજ, ભુજ ખાતે યોજાયેલા વ્હાઇટ કોટ સમારંભમાં કુલ 150 વિદ્યાર્થીઓ પૈકી કચ્છ જિલ્લાના 43 વિદ્યાર્થીઓએ સફેદ કોટ ધારણ કરી તબીબી કારકિર્દીની
શરૂઆત તરફ પગરણ માંડ્યા હતા, જે કચ્છ માટે ગૌરવની વાત છે. જેમાં ભુજના
23, અંજારના 4, મુંદ્રા અને માંડવીના 3-3, આદિપુર, ભચાઉ
અને નખત્રાણાના 2-2, જ્યારે
માધાપર, નલિયા, રાપર અને સુખપરના 1-1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આમ હવે કચ્છ
મેડિકલ ક્ષેત્રે પણ અગ્રેસર બનવા તરફ આગળ વધી રહ્યું છે.