• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

ભારતે પાકિસ્તાનને આમંત્રણ પાઠવ્યું !

નવી દિલ્હી, તા. 28 : ભારતે 2023 પછી પહેલીવાર શાંઘાઇ સહયોગ સંગઠનના સંવાદ ફોરમ માટે પાકિસ્તાનને આમંત્રણ આપ્યું છે. પાકના રાષ્ટ્રીય વારસા અને સંસ્કૃતિ મંત્રી ઔરંગઝેબ ખાન ખીચીને સભ્યતાગત સંવાદ મંચમાં સામેલ થવા આમંત્રિત કરાયા છે.આ કાર્યક્રમ 20મી નવેમ્બરથી ત્રણ દિવસ માટે દિલ્હીમાં યોજાશે. જો કે,પાકિસ્તાને તેના પ્રતિનિધિ મંડળમાં કોણ જોડાશે, તે અંગે કોઇ જાણ કરી નથી. જો ખીચી ભારત આવશે તો મે 2023માં ગોવામાં યોજિત એસસીઓ વિદેશમંત્રીઓની બેઠક બાદ કોઇ પાકિસ્તાની મંત્રીની આ પહેલી ભારત યાત્રા હશે. સભ્યતાગત સંવાદ મંચનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. મોદીએ જ આ ફોરમ યોજવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ભારતે પાકિસ્તાન ઉપરાંત, ચીન, રશિયા, ઇરાન, બેલારૂસ, મધ્ય એશિયાઇ દેશો સહિત એસસીઓના તમામ 10 સભ્ય દેશોને આમંત્રિત કર્યા છે. ખીચી આવે તો મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ ચાલેલા સૈન્ય સંઘર્ષ બાદ પણ આ કોઇ પાકિસ્તાની મંત્રીની પહેલી ભારત યાત્રા હશે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd