• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

અમેરિકા-યુક્રેન સાથે મંત્રણા માટે રૂસ સંમત

નવી દિલ્હી, તા.22 : જો બધુ સમુંસૂતરું પાર પડે તો બહુ જલ્દી હવે રશિયા અને યુક્રેનનાં યુદ્ધનો અંત આવી શકે છે. ક્રેમલિનનું કહેવું છે કે, રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકા અને યુક્રેન સાથે આગામી મહિને ત્રિપક્ષી વાતચીત કરવા માટે સહમત થઈ ગયા છે. ક્રેમલિનનાં એક અધિકારીનાં હવાલેથી આવતાં અહેવાલ અનુસાર પુતિને બુધવારે ફરીથી વાટાઘાટ શરૂ કરવા માટે સૈદ્ધાંતિક હા પાડી દીધી છે. પુતિનનાં વિદેશી બાબતોનાં સલાહકાર યુરી ઉશાકોવે પુતિન અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં દૂત સ્ટીવ વિટકોફની બેઠક પછી જણાવ્યું હતું કે, વાતચીત મુખ્યત્વે યુદ્ધ ખતમ કરવા અને યુક્રેન માટે સુરક્ષા વ્યવસ્થા બનાવવા ઉપર કેન્દ્રિત રહેશે.  પુતિન અને અમેરિકી દૂતની બેઠક આશરે 3 કલાક ચાલી હતી. આમાં 9 ઓક્ટોબરે પુતિન અને ટ્રમ્પ વચ્ચે થયેલાં ડીઝલ પુરવઠાનાં સોદાને લાગુ કરવાની ચર્ચા પણ થઈ હતી. આ ઉપરાંત ઈરાન સંકટ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. પુતિને આ બેઠકમાં કૂટનીતિનાં માર્ગ બંધ થયા ન હોવાનું ભારપૂર્વક કહ્યું હતું. પુતિને કહ્યું હતું કે, તહેરાન રશિયાનું વ્યૂહાત્મક ભાગીદાર છે અને તેની સાથે સમજૂતી કરવી સંભવ અને જરૂરી બન્ને છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd