• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

ભારતીયોને ધમકાવનાર ટ્રમ્પ સરકાર ઝૂકી

વોશિંગ્ટન, તા. 11 : અમેરિકામાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણીઓ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (ઉઇંજ) દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક અઈં-જનરેટેડ પોસ્ટર અને વીડિયોને કારણે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે.  ભારતીય-અમેરિકનો અને ખાસ કરીને શીખ સમુદાયને લક્ષ્ય બનાવીને રજૂ કરાયેલા આ કેમ્પેઇનમાં `સેલ્ફ-ડિપોર્ટ કરો અથવા પરિણામ ભોગવો' જેવી ચેતવણી આપવામાં આવી હતી. આ ઝુંબેશ સામે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયથી લઈને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને તેને `નસ્લવાદી' તેમજ `ભારત-વિરોધી' ગણાવવામાં આવ્યું છે.  ઉગ્ર વિરોધ અને રાજકીય દબાણ બાદ ઉઇંજએ આ વિવાદાસ્પદ વીડિયો અને પોસ્ટ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી લીધી છે. ટ્રમ્પ પ્રશાસનના ગેરકાયદેસર ઇમિગ્રેશન વિરોધી અભિયાન હેઠળ ઉઇંજના સત્તાવાર ડ એકાઉન્ટ પરથી હોલીવૂડની પ્રખ્યાત `ટ્રાન્સફોર્મર્સ' ફ્રેન્ચાઇઝીના પાત્રોનો દુરુપયોગ કરતું એક પોસ્ટર શેર કરાયું હતું. ઓપ્ટિમસ પ્રાઇમ દ્વારા ધમકી : આ પોસ્ટરમાં મુખ્ય કેરેક્ટર `ઓપ્ટિમસ પ્રાઇમ'ને એક દાઢીવાળી બ્રાઉન વ્યક્તિ એટલે કે `િમસ્ટર સિંહ' સામે ઊભા રાખીને સીધી ધમકી આપતાં દર્શાવાય છે કે, `સેલ્ફ-ડિપોર્ટ કરો અથવા ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહો.' અપમાનજનક કેપ્શન : આ પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, `અમારા રસ્તાઓ પરથી હટી જાઓ, તમને ગાડી ચલાવતાં નથી આવડતી મિસ્ટર સિંહ.'    ભારતીય અને શીખ સમુદાયમાં `સિંહ' અટકનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી આ સીધો જાતિગત અને સમુદાય-વિશેષ પર કરવામાં આવેલો પ્રહાર માનવામાં આવ્યો હતો. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (ઇંઅિ) : સંગઠને આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરતાં જણાવ્યું, `સિંહ' હિન્દુ પણ છે, શીખ પણ છે, તેઓ અમેરિકન છે અને તેઓ ગાડીઓ પણ ચલાવે છે. ઉઇંજ દ્વારા કરવામાં આવેલી આ નસ્લવાદી, ભારત-વિરોધી ટ્રાલિંગ આપણા દેશના સામૂહિક અંતરાત્માને ઝકઝોરી નાખનારી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd