• મંગળવાર, 30 જૂન, 2026

ભીષણ ગરમી વચ્ચે ફ્રાન્સમાં તોફાન

નવી દિલ્હી, તા. 29 : ફ્રાન્સની રાજધાની પેરિસ છેલ્લા અમુક દિવસથી રેકોર્ડ અને જીવલેણ ગરમીનો સામનો કરી રહી છે અને 1300થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. ડબલ્યુએચઓ દ્વારા પણ ગરમીને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન અચાનક હવામાન પલટાયું હતું અને ભયાનક તોફાન આવ્યું હતું. આ દરમિયાન પેરિસમાં આવેલા 330 મીટર ઉંચા એફિલ ટાવર ઉપર વિજળી ત્રાટકી હતી. આ ઘટના લાઈવ કેમેરામાં કેદ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થયો  હતો. હકીકતમાં છેલ્લા અમુક સમયથી ફ્રાન્સમાં ભીષણ ગરમી પડી રહી છે. પેરિસ અત્યારસુધીના સૌથી ઉંચા તાપમાનનો સામનો કરી રહ્યું છે. ફ્રાન્સના સ્વાસ્થય વિભાગ તરફથી કહેવામાં આવ્યું હતું છેલ્લા એક અઠવાડીયામાં હીટવેવના કારણે મૃત્યુમાં વધારો થયો છે. બુધવારના રોજ 1200થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો. બાદમાં બે દિવસમાં દરરોજ મૃત્યુની સંખ્યા વધીને 1400 થઈ હતી. આ દરમિયાન ભયાનક તોફાનનો સામનો પેરિસના લોકોએ કર્યો હતો. જેમાં ભીષણ વિજળી એફિલ ટાવર સાથે ટકરાઈ હતી. જો કે વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે વિજળી પડવાની ઘટનાથી ડરવાની જરૂર નથી, કારણ કે એફિલ ટાવરને વિજળીનો સામનો કરવા જ બનાવવામાં આવ્યો છે. એફિલ ટાવર ઉપર દર વર્ષે 5-10 વખત વિજળી પડવાની ઘટના બને છે પણ તેમાં કોઈ નુકસાન પહોંચતું નથી.

Panchang

dd