• ગુરુવાર, 25 જૂન, 2026

શેરોમાં ઉછાળો, સોનાં-ચાંદીમાં કડાકો

મુંબઈ, તા. 24 : બીએસઇની જૂન સેટલમેન્ટની એક્સપાયરીને અનુલક્ષીને વેચાણો કપાતાં અને બીજી તરફ ક્રૂડ તેલના ભાવમાં મોટો ઘટાડો થતાં સેન્સેક્સ 791 પોઈન્ટ્સ ઉછળીને 76991 અને નિફ્ટી 24,000ની મનોવૈજ્ઞાનિક સપાટી કૂદાવી 198 પોઇન્ટ્સ સુધરી 24022ના સ્તરે બંધ થયા હતા. આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક અને ઇન્ફોસિસે તેજીની આગેવાની લીધી, તેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને લગભગ એક ટકા જેટલા વધ્યા. નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ બુધવારે ઘટવામાં ટોચનો ક્ષેત્રીય ઇન્ડેક્સ હતો, તેમાં એમટાર ટેક 4.25 ટકા ઘટી રૂા. 7777 બંધ હતો. મિડકેપ્સમાં ઘટાડો જોવા મળ્યો તેના લીધે મિડકેપ ઇન્ડેક્સ ફક્ત 65 પોઇન્ટ વધીને 62,135 પર પહોંચ્યો હતો, જ્યારે માર્કેટબ્રેડ્થ સમધારણ રહેવા સાથે એનએસઇમાં એડવાન્સ-ડિકલાઇન રેશિયો લગભગ 1:1 જેવો રહ્યો હતો. મોર્ગન સ્ટેન્લીએ મજબૂત કામગીરીના અંદાજ આપ્યા પછી અદાણી એન્ટરપ્રાઇઝના શેરના ભાવ વર્તમાન રૂા. 3070ના સ્તરેથી  વધુ 23 ટકા સુધરી શકે છે. બુધવારે શેર 3.60 ટકાના ગેઇને નિફ્ટીના ટોપ પાંચ ગેઇનર્સમાં હતો. નાણાકીય વર્ષ 2030 સુધીમાં, બ્રોકરેજને અપેક્ષા છે કે, અદાણી એન્ટરપ્રાઇઝનો એરપોર્ટ પોર્ટફોલિયો વાર્ષિક 145 મિલિયન મુસાફરોને હેન્ડલ કરશે, જ્યારે તેનો ડેટા સેન્ટર વ્યવસાય સંયુક્ત સાહસ દ્વારા 2 ગીગાવોટના પોર્ટફોલિયો  સુધી પહોંચવાનો અંદાજ છે. - રોકાણકારોની મૂડી રૂા. બે લાખ કરોડ વધી : એનએસઇ ખાતે માર્કેટ કેપીટલાઇઝેશન રૂા. 476.07 (474.80) લાખ કરોડ થઇ ગયું હતું. બીએસઇમાં રૂા. 476.45 (475.11) લાખ કરોડનું હતું. 

Panchang

dd