• ગુરુવાર, 25 જૂન, 2026

રાયધણપર હુમલો : અબડાસા હિન્દુ સમાજનું મામલતદારને આવેદન

નલિયા, તા. 24 : ભુજના રાયધણપર ગામે સામૂહિક હુમલાના વિરોધમાં અબડાસા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. નાના વરનોરાના તત્ત્વો દ્વારા રાત્રે લાઈટો બંધ કરી ગામ પર હુમલો કરી ભય ફેલાવવાની ઘટનાની નિંદા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં ગૌહત્યા જેવા બનાવો પણ નોંધાયેલા હોવાથી, હિન્દુ સમાજે ગુનેગારોને કડક સજા કરવાની અને આવા તત્ત્વો પર ઊંડી તપાસ કરી અન્ય સામાજિક પ્રવૃત્તિઓ ખુલ્લી પાડવાની માંગ કરી છે. આવેદનપત્ર સુપરત કરતી વખતે અબડાસા રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઈ ભાનુશાલી, વિપુલભાઈ શાહ, ભરતભાઈ શાસ્ત્રી-વિંજાણ, જુવાનસિંહ જાડેજા-વાંકુ, મહેન્દ્રસિંહ જાડેજા-આરીખાણા, મીઠુભાઈ કોલી, ખેંગારભાઈ ગઢવી, અશોક ગઢવી, દેવેન્દ્રસિંહ જાડેજા-વિંજાણ, મયૂરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, પરેશભાઈ કોલી-રાપરગઢ, અનિલભાઈ કોલી, નવલસિંહ જાડેજા-પાટ અને દીપકસિંહ જાડેજા-ભેદી તેમજ વિવિધ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 

Panchang

dd