ભુજ, તા. 24 : ગઈકાલે આડેસર પાસેથી કારમાંથી
મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા અને માલ મગાવનારા કીર્તિપુરી
મહેન્દ્રપુરી ગોસ્વામી (રહે. મિરજાપર)ને આજે એસઓજીએ ઝડપી પાડયો છે. ગઈકાલે આડેસર પાસે
મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી.)નો જથ્થો 98.890 ગ્રામ કિં.રૂા. 2,96,670 સાથે ત્રણ આરોપીને પોલીસે ઝડપી લીધા હતા. પૂછતાછમાં આ ડ્રગ્સ રાજસ્થાનથી લઈ ભુજમાં કીર્તિભાઈ
બાવાજીને આપવાના હતા તેવું જણાવ્યું હતું. આમ કેસના આરોપી કીર્તિપુરી મહેન્દ્રપુરી
ગોસ્વામી (રહે. પોલીસ ચોકીની પાછળ, મિરજાપરવાળા)ને બાતમીના આધારે પશ્ચિમ કચ્છની એસઓજીએ ભુજની કોર્ટ પાસેથી ઝડપી
એ-ડિવિઝન પોલીસને આગળની કાર્યવાહી અર્થે સોંપ્યો છે.