મુંદરા, તા. 24 : ભૂરક્ષા, જળરક્ષા, જીવરક્ષા અને પર્યાવરણરક્ષાના લક્ષ્ય સાથે
મુંદરા તાલુકાના પ્રાગપર ચોકડી ખાતે છેલ્લાં 36 વર્ષથી કાર્યરત એન્કરવાલા અહિંસાધામ , ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર ખાતે જૂન મહિનાના અંતે બે દિવસીય જીવદયા
સંમેલન અને આહિંસા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાશે. વિવિધ ક્ષેત્રે સેવાકીય અને જ્ઞાન
ક્ષેત્રમાં યોગદાન આપનારાઓને એવોર્ડની પરંપરા મુજબ, આ વખતે
આહિંસાધામ દ્વારા પ્રસિદ્ધ સંવેદનશીલ વક્તા નેહલબેન ગઢવી, ભુજ રામરોટી કેન્દ્રના લીલાધરભાઇ ઠક્કર, મધ્યપ્રદેશના સાઈકલ પર ભારત યાત્રા કરનાર જિતેન્દ્ર ઝા તથા કેવીઓ દૃષ્ટિ
ફાઉન્ડેશન ફોર બ્લાઇન્ડના ટ્રસ્ટી ભરતભાઈ પ્રેમજી ગડા-દાદરને એવોર્ડથી સન્માન કરવામાં
આવશે. તા. 27- 6 અને તા. 28- 6 શનિ અને રવિવારે સવારે 9 વાગ્યાથી પ્રાગપર આહિંસાધામ ખાતે શરૂ થનારા
આ આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે છે. દિગંબર જૈન સમાજ દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.
મહેન્દ્ર જૈન પ્રમુખ સ્થાને રહેશે. જ્યારે અતિથિવિશેષ પદે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત
ન્યાયમૂર્તિ પી.પી. ભટ્ટ, જીવદયાપ્રેમી અશોકભાઈ કે. સંઘવી, ભદ્રેશ્વર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી ઝવેરચંદભાઈ આણંદજી ખોના, મીના બજારના ચેતનભાઇ લક્ષ્મીચંદ પોલડિયા તથા મુંબઈ જૈન સંગઠનના નીતિન
શાંતિલાલ વોરા ઉપસ્થિત રહેશે. જ્યારે શનિવારે બપોરના કાર્યક્રમમાં મુખ્ય અતિથિપદે સતાધાર
ધામ અમરેલીના મહંત વિજય બાપુ, ગુરુ જીવરાજ બાપુ, જ્યારે અતિથિપદે ન્યાયાધીશ અને મહારાષ્ટ્રમાં પશુ કલ્યાણ કાનૂની સંભાળ
સમિતિના અધ્યક્ષ કે.કે. તાતેડ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે મુંબઈ હાઇકોર્ટ
સેવા નિવૃત્ત ન્યાયમૂર્તિ અંબાદાસ હરિભાઈ જોશી,
બોરીવલીના પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્રભાઈ
મહેતા, વિદેશી ભાષાના ટ્રેનર (ગુજરાત સરકાર) કેતન નાણાવટી અને એડવોકેટ અવનિશ
જે. ઠક્કર ભુજ ઉપસ્થિત રહેશે. - નવનિર્મિત
સંકુલ-દાતાઓ : સ્ટોર રૂમ : તારાબેન કોમલભાઈ રવજી છેડા, - ઘાસચારા ગોડાઉન : વિમલાબેન લાલજી ચનાભાઈ છેડા, - સ્ટાફ રૂમ 1 : જ્યોતિ દુર્ગેશ લાલજીભાઈ છેડા, - સ્ટાફ રૂમ 2 : પલાશ
અને માયશા વિશાલ ગડા, - પશુ શેડ : સરલાબેન અરાવિંદ ખીમજી પોલડિયા, હસ્તે સ્મિત અને નીશા રિતેશ પોલડિયા, હિના
વિરેન વોરા. - કાર્યક્રમ દાતા : મંજુલાબેન મહેન્દ્ર સંગોઈ ચેરિટેબલ ટ્રસ્ટ, : રીટાબેન હરેશભાઈ વોરા,
દીપ્તિબેન રૂપેશભાઈ સંગોઈ