ભુજ, તા. 24 : અબડાસાના મોટી ચરોપડી બાજુ
પવનચક્કીમાંથી વાયર ચોરનારા ત્રણ શખ્સને પોલીસે ઝડપી લીધા બાદ પૂછતાછમાં ચોરીની વિગતો
મળતાં ફરિયાદ નોંધાઇ છે. આ ચોરી અંગે આજે વાયોર પોલીસ મથકે નોંધાવાયેલી ફરિયાદ મુજબ
ફરિયાદીને જાણવા મળ્યું કે, ગત તા. 23/6ના એલસીબીના સ્ટાફે આરોપી પ્રવીણ
વાલજી મહેશ્વરી, સુમાર ઉર્ફે શંકર મીઠુ
કોલી અને નીતિન રમેશ કોલી (રહે તમામ મોટી ચરોપડી)ને કેબલ, બસબારની
કોઈલ સાથે પકડી લીધા છે. આથી પોલીસમાં આ મુદ્દામાલ જોતાં તે અમારી કે.પી. એનર્જી કંપનીમાંથી
ચોરાયેલો મુદ્દામાલ છે. ગત તા. 14/5થી 2/6 દરમ્યાન કંપનીમાંથી
41,500નો મુદ્દામાલ ચોરાયાનું ફરિયાદમાં
લખાવાયું છે. પોલીસે ત્રણે આરોપી સામે ચોરીનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.