ન્યૂયોર્ક, તા.24 : ફીફા વર્લ્ડ કપની ગઇકાલની ગ્રુપ
એલની મેચમાં ખિતાબની દાવેદાર પૈકિની એક ટીમ ઇંગ્લેન્ડ સામે ઘાના દેશની ટીમે જબરદસ્ત
ટક્કર આપી મેચ 0-0થી ડ્રો કરી હતી. ઘાના ટીમના
આ ઉલટફેરથી ઈંગ્લેન્ડની નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની રાહ થોડી કઠિન બની છે. જો કે ઈંગ્લેન્ડ
અને ઘાના 2-2 મેચ પછી 4-4 અંક ધરાવે છે અને ગ્રુપમાં
પહેલા-બીજા સ્થાને છે. કેપ્ટન હેરી કેન સહિતના ઇંગ્લેન્ડના બીજા સ્ટ્રાઇકર ઘાનાની રક્ષા
હરોળને ભેદી શકયા ન હતા. આથી મેચ અંતમાં ગોલરહિત ડ્રો થઈ હતી અને બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા હતા. ગ્રુપ કેની
ગઇકાલની મેચમાં કોલંબિયાએ ડીઆર કોંગો સામે 1-0 ગોલથી નિર્ણાયક વિજય હાંસલ કરીને નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા બનાવી
હતી. મેચનો એકમાત્ર ગોલ કોલંબિયન ખેલાડી મુનોજે 76 મિનિટે કર્યો હતો. કોલંબિયાએ પહેલી મેચમાં ઉઝબેકિસ્તાનને 3-1થી હાર આપી હતી. ક્રોએશિયાને
પોઇન્ટ ટેબલ પર ખાતું ખોલાવી નોકઆઉટ રાઉન્ડની આશા જીવંત રાખી છે. ગ્રુપ એલની મેચમાં
ક્રોએશિયાનો પનામા વિરુદ્ધ 1-0 ગોલથી વિજય
થયો હતો. મેચની પ6મી મિનિટે
ક્રોએશિયા તરફથી અંટે બુદિમિરે ગોલ કર્યો હતો. ક્રોએશિયાના કપ્તાન લુકા મોડ્રિચની કેરિયરનો
આ 200મો ઈન્ટરનેશનલ મેચ હતો. જેમાં
ટીમને જીત મળી હતી જ્યારે સતત બીજી હારથી પનામાની નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની
આશા ખતમ થઇ છે.