• સોમવાર, 01 જૂન, 2026

આજથી ગુજરાતમાં જનગણનાનો આરંભ

અમદાવાદ, તા. 31 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતભરમાં વસ્તી ગણતરી : જનગણના-2027નો આવતીકાલે આરંભ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની આઠમી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા વસ્તીગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ અનુરોધ કર્યો છે. મયાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યભરમાં આવતીકાલથી એક માસ માટે ઘર-યાદી અને મકાનોની ગણતરી (એચએલઓ) હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્ક્યામતો સહિત કુલ 33 પ્રશ્ન પૂછવામાં આવશે.જ્યારે બીજા તબક્કામાં તા. 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી-2027 દરમિયાન વસ્તીની ગણતરી (પીઇ) અને જાતિ ગણતરી હાથ ધરાશે. આ તબક્કા દરમિયાન જ દેશભરમાં વસ્તીગણતરીની સાથે-સાથે જાતિ ગણતરીની કામગીરી પણ  પૂર્ણ કરવામાં આવશે. ગુજરાતમાં તા. 17 મે-2026થી શરૂ થયેલી સ્વગણતરી ઝુંબેશમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી મંડળના સભ્યો, મુખ્ય સચિવ સહિત વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકા કમિશનરો, સહિત જાગૃત નાગરિકો સ્વગણતરી અંતર્ગત ફોર્મ ભરીને વસ્તીગણતરી અભિયાનમાં સહભાગી બન્યા છે.  

Panchang

dd