કોલકાતા, તા. 18 : પશ્ચિમ બંગાળમાં ભાજપની શુભેંદુ અધિકારી
સરકારે સોમવારે બીજી કેબિનેટ બેઠકમાં સાતમાં પગારપંચ સહિત પાંચ મહત્ત્વના ફેંસલા
પર મંજૂરીની મહોર મારી હતી. મહિલાઓને માસિક ત્રણ હજાર રૂપિયા, બસમાં મફત મુસાફરી, અન્નપૂર્ણા યોજનાને મંજૂરી જેવા
મહત્ત્વના નિર્ણયો શુભેંદુ સરકારે લીધા હતા. મંત્રીમંડળની બેઠક બાદ બંગાળના મહિલા
અને બાળકલ્યાણ મંત્રી અગ્નિમિત્રા પોલે પત્રકારા પરિષદ સંબોધતાં આ ફેંસલાઓની
માહિતી આપી હતી. પહેલી જૂનથી રાજ્યની મહિલાઓને માસિક ત્રણ હજાર રૂપિયાની સહાય
અપાશે તો એ જ દિવસથી સરકારી બસોમાં મહિલાઓને મફત મુસાફરીનો પણ લાભ અપાશે. લક્ષ્મી
ભંડાર યોજનાનો લાભ લેતી મહિલાઓને આપોઆપ અન્નપૂર્ણા યોજનાનો લાભ મળશે, જેમને લાભ નથી મળ્યો તેમને એક પોર્ટલ પર અરજી કરાવી, લાભ અપાશે. અગ્નિમિત્રાએ કહ્યું હતું કે, બંગાળ
સરકારે પોતાના કર્મચારીઓ, સંબંધિત બંધારણીય સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ માટે સાતમા પગારપંચને મંજૂરી આપી દીધી છે. એ સિવાય
ધાર્મિક વર્ગીકરણના આધાર પર સમૂહોને અત્યાર સુધી અપાતી સરકારી સહાય બંધ કરવાનો
નિર્ણય લેવાયો છે.