નવી
દિલ્હી,
તા. 18 : નીટ પેપર લીકનાં બહુચર્ચિત પ્રકરણમાં સોમવારે 10મી
ધરપકડ થઈ હતી. સીબીઆઈની ટીમે મહારાષ્ટ્રના લાતુરમાંથી રસાયણ વિજ્ઞાનના કોચિંગ
ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ મોટેગાંવકરને પકડયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગઇકાલે રવિવારે તલાશી દરમ્યાન સીબીઆઇને રઘુનાથના મોબાઇલમાંથી લીક થયેલું
નીટ-યુજીનું પેપર મળ્યું હતું. સીબીઆઇના જણાવ્યા અનુસાર, મોટેગાંવકર
સંગઠિત ટોળકીનો જ ભાગ છે, જે નીટ પેપર લીક કરીને આગળ
ફેલાવવામાં સામેલ છે. રઘુનાથે અન્ય આરોપીઓ સાથે મળીને 23મી
એપ્રિલના દિવસે પેપર અને આંસર કી મેળવી હતી અને અન્ય અનેક લોકોને આપી હતી. સીબીઆઇ
ટીમે 15મી
મેના રઘુનાથની તેના ઘરે જ આઠ કલાક પૂછપરછ કરી હતી. તેના લાતુર સહિત સાત જિલ્લામાં
રેણુકા ઇ-કેમિસ્ટ્રી ક્લાસીસ નામે કોચિંગ સેન્ટર્સ છે. અહેવાલો અનુસાર, કોચિંગ સેન્ટરનું ટર્નઓવર 100 કરોડનું છે. સીબીઆઇને શંકા
છે કે,
સેન્ટરમાં નીટ છાત્રોને લીક પેપરના સવાલો આપી દેવાયા હતા. સાથોસાથ
લાતુરના ઘણા તબીબોએ પણ લીક પેપર ખરીદી લીધા હતા. આ મામલામાં પકડી લેવાયેલા છ આરોપી
મહારાષ્ટ્રના છે.