• સોમવાર, 20 એપ્રિલ, 2026

દિનેશ ત્રિવેદી બન્યા બાંગલાદેશના ઉચ્ચાયુક્ત

નવી દિલ્હી, તા. 19 : કચ્છ સાથે નાતો ધરાવતા પૂર્વ કેન્દ્રીય રેલવે મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા દિનેશ ત્રિવેદીને ભારતે બાંગલાદેશમાં પોતાના ઉચ્ચ આયુક્ત (હાઈકમિશનર) તરીકે નિયુક્ત કર્યા છે. બન્ને દેશ તાણ દૂર કરીને સંબંધો સંતુલિત, મજબૂત કરવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે મોદી સરકારનો આ ફેંસલો મહત્ત્વ ધરાવે છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળની રાજનીતિને ધ્યાને લેતાં આ નિમણૂક ભાજપનું એક રણનીતિક પગલું મનાઈ રહી છે; જે ચૂંટણી સમીકરણોને અસર કરી શકે છે. દિનેશભાઈની રાજકીય કારકિર્દી અનેક મહત્ત્વના વળાંકો પરથી પસાર થઈ છે. ભાજપમાં જોડાવા પહેલાં ત્રિવેદી તૃણમૂલના કદાવર નેતાઓમાં સામેલ હતા. તૃણમૂલ તરફથી જ યુપીએની સરકારમાં દિનેશ ત્રિવેદી દેશના રેલવે મંત્રી પણ રહ્યા હતા. પ્રણય વર્માના સ્થાને બાંગલાદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તાજી સામાન્ય ચૂંટણી બાદ તારિક રહમાન બાંગલાદશેના વડાપ્રધાન થતાં ભારત સાથે સંબંધો ફરી સુધરવાના સંકેત મળી રહ્યા છે. ભારતનાં 2012માં રેલ બજેટ દરમ્યાન યાત્રી ભાડાં વધારાતાં મોટો રાજકીય વિવાદ સર્જાયો હતો. મમતા બેનર્જીએ આકરો વિરોધ કર્યો હતો. ત્રિવેદીને રાજીનામું આપવું પડયું હતું પછી તૃણમૂલ છોડી, ભાજપમાં ત્રિવેદી જોડાયા હતા.  

Panchang

dd