• મંગળવાર, 17 માર્ચ, 2026

રાજ્યસભા ચૂંટણી બિહારની પાંચે બેઠક પર ભાજપનો સપાટો

નવી દિલ્હી, તા.16: દેશનાં 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયા આજે પૂર્ણ થઈ. 37માંથી 26 ઉમેદવારો અગાઉ જ બિનહરીફ ચૂંટાઈ આવેલા અને બાકીની 11 બેઠક ઉપર આજે બધાની મીટ મંડાયેલી હતી. સવારે શરૂ થયેલા મતદાનનાં અંતે સાંજે પરિણામોની ઘોષણા પણ શરૂ થઈ હતી. જેમાં બિહારની પાંચ બેઠકોમાં મહાગઠબંધનને જોરદાર ઝટકો લાગ્યો હતો અને પાંચેય બેઠક ઉપર એનડીએનાં ઉમેદવારોની જીત થઈ હતી. આ જોરદાર વિજય સાથે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપ અધ્યક્ષ નીતિન નવીન રાજ્યસભા પહોંચી ગયા છે જ્યારે ઓરિસ્સાની ચાર બેઠકમાંથી 2 ભાજપને, 1 બીજેડી અને એક અપક્ષ ઉમેદવારની જીત થઈ જ્યારે હરિયાણાં યોજાયેલા 2 બેઠક માટેનાં મતદાનનાં અંતે ત્રણ વાંધાને પગલે મત ગણતરી અટકાવવામાં આવી હતી. પહેલા તમામ વાંધાનાં ઉકેલ આવ્યા બાદ જ તેનાં પરિણામો જાહેર કરવામાં આવશે. ત્રણેય રાજ્યમાં કુલ 14 ઉમેદવાર મેદાનમાં હતાં. હરિયાણામાં મતદાન દરમિયાન બે કોંગ્રેસ વિધાયકોનાં મત સામે વાંધો ઉઠાવવામાં આવેલો. જેને પગલે મત ગણતરી અટકાવી દેવી પડી હતી. બિહાર અને ઓરિસ્સા, બન્ને રાજ્યમાં કોંગ્રેસનાં વિધાયકોએ ક્રોસ વોટિંગ કર્યુ હતું. બિહારમાં એનડીએનાં 202 ધારાસભ્ય અને મહાગઠબંધન તરફથી 37 ધારાસભ્યે મતદાન કર્યુ હતું. અહીં કોંગ્રેસનાં ત્રણ અને રાજદનાં એક વિધાયક ગેરહાજર રહ્યા હતાં. હરિયાણામાં 90માંથી 88 ધારાસભ્યએ મતદાન કર્યુ હતું. આઈએનએલડીનાં બે ધારાસભ્યો મતદાનથી અળગા રહ્યા હતાં.

ઓરિસ્સામાં મોટો ઊલટફેર : ભાજપે ત્રણ બેઠક જીતી લીધી

નવી દિલ્હી, તા. 16 : ઓરિસ્સામાં મોટો ઊલટફેર કરતાં વિપક્ષના હાથમાંથી ત્રણ બેઠક છીનવી લઈને ભાજપે જીત મેળવી હતી. જૂના સાથી બીજેડીને ઝટકો આપ્યો હતો. ધારાસભ્યોની સંખ્યાના હિસાબે ભાજપની બે બેઠક નિશ્ચિત હતી. વિપક્ષી બીજેડીની એક બેઠક પાકી હતી. કોંગ્રેસ અને બીજેડી ધારાસભ્યોના ક્રોસ વોટિંગના કારણે કેસરિયા પક્ષે વિપક્ષના હાથમાંથી ત્રીજી બેઠક પણ છીનવી લીધી હતી. રાજ્યમાં 12 વર્ષમાં પહેલીવાર રાજ્યસભા માટે મતદાન થયું હતું.

Panchang

dd