• મંગળવાર, 01 જુલાઈ, 2025

જીએસટીમાં બદલાવની સંભાવના

નવી દિલ્હી, તા. 16 : જીએસટી પ્રણાલીમાં બદલાવની કવાયત શરૂ થઈ ચૂકી છે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક પહેલા નાણામંત્રી નિર્મલા સીતારામન સીબીઆઈસીના અધિકારીઓસાથે આગામી 20મી જૂનના રોજ મહત્ત્વની બેઠક કરવા જઈ રહ્યા છે. 20મીએ આવકવેરા વિભાગના અધિકારીઓ સાથે બેઠક થવાની છે પણ જીએસટી દરમાં બદલાવ અને કંપનસેશન સેસ સહિતના મુદ્દાના કારણે સીબીઆઈસી સાથેની બેઠકને વધુ મહત્ત્વની ગણવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર જીએસટીમાંથી 12 ટકાના સ્લેબને હટાવવામાં આવી શકે છે અને તેમાં સામેલ વસ્તુઓને જરૂરિયાતના હિસાબે પાંચ ટકા હઅને 18 ટકામાં શિફ્ટ કરવામાં આવી શકે છે.  સીબીઆઈસી સાથેની બેઠક બાદ જીએસટી કાઉન્સિલની બેઠક કરવામાં આવશે. છેલ્લા છ મહિનાથી જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવી નથી. ચલણ પ્રમાણે દર ત્રણ મહિનામાં એક વખત જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવવી જરૂરી છે. ગત ડિસેમ્બર મહિનામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે આગામી બેઠકથી જીએસટી દર અંગે ચર્ચા કરવામાં આવશે. જેથી સ્લેબમાં બદલાવ કરી શકાય. આ માટે મંત્રીઓના એક સમૂહનું ગઠન થયું હતું અને સૂત્રો અનુસાર સમૂહે કાઉન્સિલને રિપોર્ટ સોંપી દીધો છે. સૂત્રોના કહેવા પ્રમાણે જીએસટીમાંથી 12 ટકાનો સ્લેબ હટાવવામાં આવી શકે છે. આ સ્લેબમાં સામેલ વસ્તુઓને પાંચ અને 18 ટકાના સ્લેબમાં સમાવવામાં આવશે. વર્તમાન સમયે જીએસટીના 3, 5, 15, 18 અને 28 ટકાના સ્લેબ છે. તેવામાં 20મીએ નાણામંત્રીના નેતૃત્વમાં મંત્રાલયના અધિકારી સીબીઆઈસી સાથે દરમાં બદલાવ અંગે ચર્ચા કરશે કારણ કે સરકાર સુનિશ્ચિત કરવા માટે છે કે સ્લેબમાં બદલાવથી જીએસટી કલેક્શનમાં કોઈ કમી ન આવે.

Panchang

dd