• ગુરુવાર, 02 જાન્યુઆરી, 2025

કાશ્મીરમાં આતંકીઓનું નવું શત્ર સોશિયલ મીડિયા

શ્રીનગર તા.10 : જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ જે પ્રકારે માહોલ બદલાયો છે તેનાથી પાક.પ્રેરિત આતંકવાદીઓ પરેશાન છે. કોઈ પણ હરકત સામે સતર્ક સુરક્ષા દળોના ઓપરેશનને પગલે રઘવાયા બનેલા ત્રાસવાદીઓ હવે સોશિયલ મીડિયાનો એક પ્રકારે હથિયાર તરીકે ઉપયોગ કરી રહયા છે. નવા ખુલાસા મુજબ પાકિસ્તાની આતંકવાદીઓ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી જમ્મુ-કાશ્મીરના યુવાઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આતંકવાદીઓ પહેલાની તુલનાએ સોશિયલ મીડિયા પર વધુ સક્રિય છે.પાકિસ્તાન અને પીઓકેમાં બેઠેલા આતંકી આકાઓ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત વિરોધી કાવતરાં ઘડી રહયા છે. ફેસબુક, એકસ અને ડાર્ક વેબ પર આતંકવાદીઓ અને અલગાવવાદીઓના ગુણગાન ગાઈ યુવાઓને આતંકના રસ્તે દોરી જવા પ્રયાસ કરાઈ રહ્યો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓના ધ્યાને આવ્યું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આતંકવાદીઓની ભરતીનો પ્રયાસ કરાઈ રહયો છે. ર000 જેટલી સોશિયલ મીડિયા પોસ્ટની ઓળખ મળી છે જેમાં ભારત વિરોધી ર016 પોસ્ટ છે. 130 આતંકવાદીની સમર્થક છે. રરમાં અલગતાવાદીઓના ગુણગાન છે. 310 પોસ્ટ એવી છે જેમાં જાહેર સ્થળો અને માળખાકીય સુવિધાઓને તબાહ કરવા પ્રેરે છે. અધિકારીઓ અનુસાર આતંકી આકાઓ સોશિયલ મીડિયા ટૂલની મદદથી જમ્મુ-કાશ્મીરના યુવાઓને ગેરમાર્ગે દોરવા અને આતંકના રસ્તે લઈ જવા પ્રયાસ કરાયો છે. જાણમાં આવ્યુ છે કે વર્ષ ર0ર3માં ઘાટીના રર યુવા આતંકવાદીઓ સાથે જોડાયા છે જે સંખ્યા ર0રરમાં 113 હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd