• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

યુપીએસસીમાં મોટી સફળતા મેળવનારા કચ્છના યુવાનનું લક્ષ્ય ટોપ-100

ભુજ, તા. 25 : યુપીએસસીની કઠિન પરીક્ષામાં સફળતા મેળવવી બહુ મોટી સિદ્ધિ છે અને મૂળ ઘડુલીના ચંદ્રેશ ધનજીભાઇ સાંખલાએ તો આ કસોટીમાં બીજીવાર સફળતા મેળવી છે. 2019માં યુપીએસસી પરીક્ષામાં ત્રણેય તબક્કા પાર કરીને ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસનો રેન્ક મેળવનારા ચંદ્રેશભાઇએ હાલ જાહેર થયેલા 2022ની યુપીએસસીની પરીક્ષાના પરિણામમાં દેશમાં 414મો રેન્ક મેળવ્યો છે. જો કે, તેમનું લક્ષ્ય ટોચના 100માં સામેલ થવાનું છે ત્યારે તેઓ ફરી આ મુશ્કેલ પરીક્ષા આપવા પણ તૈયાર છે. ચંદ્રેશ સાંખલાએ ભુજની સરકારી ઇજનેરી કોલેજમાં મિકેનિકલ ઇન્જિનીયરિંગ કર્યું હતું. જીપીએસસી પાસ કરીને ભુજ અને જામનગરના ધ્રોલમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી હતી. 2019માં યુપીએસસી ક્લીયર કર્યા બાદ આ ખેડૂત પુત્રને અમદાવાદ આકાશવાણીમાં ડેપ્યૂટી ડાયરેક્ટર તરીકેનું પદ મળ્યું હતું. હાલ તેઓ ત્યાં ફરજ બજાવે છે અને યુવાઓને શીખ આપે છે કે, મહેનતનું ફળ મળે જ છે. ઉલ્લેખનીય છે કે, તેમના પત્ની ભૂમિકાબેન જામનગરમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang