• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ગળપાદરમાં દંપતી વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ તળે ફરિયાદ

ગાંધીધામ, તા. 20 : તાલુકાના ગળપાદરમાં મકાન વેચી બાદમાં તેનો કબજો ન સોંપતા એક દંપતી વિરુદ્ધ લેન્ડગ્રેબિંગની કલમો તળે ગુનો નોંધાયો હતો. ગળપાદરના ભવાનીનગરમાં રહેનાર રાગિણીદેવી દિનેશ યાદવે ગજેન્દ્રસિંઘ દિવાનસિંઘ સિસોદિયા તથા તેની પત્ની વિમલેશદેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ આ દંપતી પાસેથી ભવાનીનગરમાં પ્લોટ નંબર 101-એવાળું મકાન ખરીદ્યું હતું. જેના દસ્તાવેજ પણ કરાયા હતા. બાદમાં આ દંપતીએ ગ્રાઉન્ડ ફ્લોરનાં મકાનનાં તાળાં તોડી તેમાં કબજો કરી લીધો હતો. ફરિયાદીએ જિલ્લા સમાહર્તા સમક્ષ લેન્ડગ્રેબિંગની કલમો તળે કાર્યવાહી કરવા અરજી કરી હતી, ત્યાંથી લીલીઝંડી મળતાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang