• શુક્રવાર, 13 માર્ચ, 2026

બીજી હરોળના વારસદારને જમીનનો હક્ક : ભુજ કોર્ટનો ફેંસલો

ભુજ, તા. 12 : કચ્છમાં ભૂકંપ બાદ જમીન વ્યવસાયમાં આવેલી તેજીના કારણે ક્યાંક વારસાઈ હક્કમાં મોટા વિવાદ થતા હોય છે. પરંતુ ભુજની કોર્ટે આડીલીટીના વારસદારને વારસ ગણી જમીનનો હક્ક આપતો ચૂકાદો આપ્યો હતો. ભુજ તાલુકાના ગામ ઝુમખા મધ્યે સ્વ. બુચિયા આયર વલુ ફકીરા ખેતીની જમીન ધરાવતા હતા તેઓ અપરિણીત હતા અને તેમની હયાતી દરમિયાન તેમણે કોઈ વસીયતનામું કર્યું ન હતું. તેમના અવસાન પછી તેમની ખેતીની જમીનના વારસાઈ હકો સીધી લીટીના વારસદારો હયાત ન હોવાથી તેમના ભાઈ-બહેનોને હિન્દુ વારસાધારાની જોગવાઈઓ પ્રમાણે વારસા હક પહોંચતા હતા. પાંચમાંથી 4 વારસદારોએ તેમના એક ભાઈ રાણા ફકીરાની તરફેણમાં હક જતા કરતું લખાણ કરી આપતા ભાઈ- રાણા ફકીરાએ મરણજનારની ખેતીની જમીનની વારસાઈ નોંધ તેમના નામે દાખલ થવા ઈ-ધરા શાખામાં મામલતદાર કચેરી સમક્ષ વારસાઈ હકે તે જમીન તેમના નામે ખાતામાં ચઢાવવા માટે અરજી કરી હતી, અરજદાર-વારસદાર રાણા ફકીરા અવસાન પામનારના આડીલીટીના વારસદાર ભાઈ તરીકે હોઈ તેમના નામની નોંધણી વારસદાર તરીકે કોર્ટના હુકમ વિના થવા પાત્ર નથી અને દિવાની કોર્ટમાંથી વારસા સર્ટિફિકેટ મેળવી રજૂ કરવા અરજદારને જણાવ્યું હતું. ભુજના બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ કે.એ. ડાભી દ્વારા પ્રથમ હરોળના વારસદારો અવસાન પામનારના કોઈ હયાત ન હોઈ બીજી હરોળના વારસદારોને ખેતીની જમીનમાં વારસાઈ હ્કક કાયદેસર રીતે ઉત્પન્ન થાય છે. પરંતુ અરજદાર રાણા ફકીરાની તરફેણમાં બાકીના 4 વારસદારોએ ખેતીની જમીનના હક્ક  જતા કર્યાનું જાહેર કર્યું હોવાથી એકમાત્ર અરજદારને વારસદાર તરીકે કોર્ટે હક્કદાર હોવાનું જાહેર કરી અરજદારીન તરફેણમાં વાદગ્રસ્ત જમીનનો વારસા સર્ટિફિકેટ આપતો હુકમ ફરમાવ્યો હતો. પક્ષના વકીલ તરીકે મહેન્દ્ર ઠક્કર, ચિંતન ઠક્કર, કુલીન ભગત તથા કોમલ ઠક્કર રહ્યા હતા. 

Panchang

dd