ગાંધીધામ, તા. 12 : હરિયાણાના ગૂડગાંવના વેપારીને
વિશ્વાસમાં લઇ તેમની સાથે ધંધો ચાલુ કરવાનું કહી યુ.એસ.થી માલ મગાવી બાદમાં તે માલના
પૈસા રૂા. 23,00,23,764ની છેતરપિંડીના કેસમાં એક આરોપીના
જામીન નકારી દેવામાં આવ્યા હતા. હરિયાણામાં રહેતા ફરિયાદી એવા ધારાશાત્રી જશનપ્રીતસિંઘ
બલદેવસિંઘ બ્રારએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગુરવિંદરસિંઘ તુર તથા
અહીંના મહમદ રફીક બારા (ટેક્સપોલી ઇમ્પેક્સ કંપની),
હનીફ મહમદ તલ્લુ્ (યુ.એસ. ક્લોથિંગ કાસેઝ) સામે આ ગુનો નોંધાયો હતો.
આરોપીઓએ ફરિયાદી સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરવાના ઇરાદાથી વિશ્વાસમાં
લઇ ગુરવિંદરસિંઘે ધંધો કરવાના બહાને રૂા. 32,50,000 પરત આપ્યા નહોતા તેમજ બેટ ઇન્ટરકોન્ટિનેન્ટલ કોર્પોરેશન પ્રા.
લિ. કંપનીએ રૂા. 61,88,32,107નો યુ.એસ. સામાન વિદેશમાંથી યુ.એસ. ક્લોથિંગ તથા ટેક્સપોલી ઇમ્પેક્સ
કંપનીઓને મોકલાવેલ હતો, જેમાંથી આ
બંને કંપનીએ રૂા. 38,88,13,843ની ચૂકવણી કરી હતી. બાદમાં ફરિયાદીની કંપનીના નીકળતા રૂા. 23,00,23,764 પરત ન આપી વિશ્વાસઘાત, છેતરપિંડી આચરવામાં આવ્યા હતા. આરોપીઓએ વાસ્તવિક
કિંમતથી તેની ઓછી કિંમત દર્શાવી તે રૂપિયા અરસપરસમાં વહેંચી લીધા હતા. તેમજ ટેક્સપોલી કંપનીના ભાગીદાર રફીક બારાએ
બેટકોપ. ઇન્ડિયા પાસેથી લીધેલા રૂા. 60 લાખ પરત આપ્યા નહોતા અને એ ટુ ઝેડ કંપનીના ખોટા સહી-સિક્કાવાળા
કિંમતી ઇનવોઇસ બેંકમાં જમા કરાવી રૂા. 19,43,97,899 જુદા-જુદા સમયે એ ટુ ઝેડ કંપનીમાં જમા કરાવ્યા હતા. આ પ્રકરણમાં
હનીફ મહમદ તલ્લુએ જામીન મેળવવા અહીંની અધિક સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જ્યાં બંને પક્ષની દલીલો સાંભળી ન્યાયાધીશ એલ.
ડી. વાઘએ સરકારી વકીલની દલીલો, રજૂઆતોને ગ્રાહ્ય રાખી હતી અને
આ આરોપીના જામીન નકારી દીધા હતા. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કુ. હિતેશી પી.
ગઢવીએ હાજર રહી ધારદાર દલીલો કરી હતી.