• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

સૂરજબારી ટોલનાકે ગેરકાયદે ખનિજ વહન કરતાં ચાર વાહન અટકાવાયાં

ગાંધીધામ, તા. 28 :  તાજેતરમાં ખાણ-ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા  આધોઈ ખાતે રેતીના ગેરકાયદે પરિવહન સામે કાર્યવાહી કરાયા બાદ  આજે ભચાઉ વહીવટી તંત્ર  દ્વારા સૂરજબારી ટોલ ખાતે  ખનિજના ગેરકાયદે પરિવહન સામે કાર્યવાહી કરાઈ હતી. આ અંગે મળતી વિગતો મુજબ સૂરજબારી ટોલ ઉપર ગેરકાયદેસર રેતી-ખનિજનું વહન કરતી ટ્રકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.  મદદનીશ કલેક્ટર ભચાઉ અને ખાણ-ખનિજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરની સૂચના અંતર્ગત આ કાર્યવાહી કરાઈ હતી.  ટીમ દ્વારા ભચાઉ તાલુકાના સૂરજબારી ટોલપ્લાઝા ગત મોડી રાત્રિના આકસ્મિક તપાસ કરાઈ હતી. આ કાર્યવાહી દરમ્યાન  ગેરકાયદેસર ખનિજ/રેતીનું વહન કરતી ચાર ટ્રક સહિત રૂા. એક કરોડ 45 લાખનો મુદ્દામાલ જપ્ત  કરાયો હતો.  વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમ્યાન રોયલ્ટી પાસ વગરના ગેરકાયદેસર ખનિજનું વહન વાહનચાલકો પાસે રોયલ્ટી પાસ માગતાં તે મળી આવ્યા ન હતા. ટ્રકમાલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઇન લીગલ માઇનિંગ તળે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd