• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

ગાંધીધામ : ચેક રિટર્ન કેસમાં સજાનો હુકમ કાયમ

ગાંધીધામ, તા. 8 : ગાંધીધામના ચેક રિટર્નના કેસમાં સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો સજાનો હુકમ કાયમ રાખ્યો હતો.આ કેસની પૂર્વ વિગતો મુજબ વર્ષ 2018માં ફરિયાદી ઘનશ્યામ વાઘુભા જાડેજાએ આરોપી વિપુલકુમાર રતિલાલ તન્નાને વ્યવસાયના વિસ્તરણ માટે 15 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. આરોપીએ આપેલો ચેક અપૂરતા ભંડોળના સેરા સાથે પરત ફર્યા બાદ કાયદેસરની નોટિસ  આપી હતી. બાદમાં પણ  રકમ મળી ન હતી. આ કેસમાં આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી અને વિવિધ બચાવ કર્યા હતા. ફરિયાદી પક્ષે ઈકરારનામું કાયદેસરના દસ્તાવેજી પુરાવા સહિતની બાબતને માન્ય રાખી સેશન્સ જજ લલિત દિલીપ વાઘે નીચલી કોર્ટનો સજાનો હુકમ માન્ય રાખ્યો હતો. આ કેસમાં ફરિયાદીને લાંબી લડત બાદ ન્યાય મળ્યો છે, જે એનઆઈ એક્ટ કેસમાં મહત્ત્વપૂર્ણ બાબત છે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ આરટી લાલચંદાણી, મમતા આહુજા, રાજેશ માલી, સાગર મસૂરિયા, સંજય રાઠોડે હજાર રહી દલીલ કરી હતી. - ભચાઉના ચેક પરતના કેસમાં આરોપીને કેદની સજા : ભચાઉ, તા. 8 : અહીંના ચેક પરતના કેસમાં કોર્ટે આરોપીને સજા ફટકારી વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ કેસની પૂર્વ વિગતો મુજબ ફરિયાદી અજયકુમાર રામઅવધ મિશ્રાએ આરોપી શામજી દેવાભાઈ છાંગાને 3.50 લાખ રૂપિયા હાથઉછીના આપ્યા હતા. આરોપીએ આપેલો બેન્ક ઓફ ઈન્ડિયા ભચાઉ શાખાનો ચેક પરત ફર્યો હતો. ફરિયાદીએ નોટિસ આપ્યા બાદ પણ રકમ ન મળતાં કોર્ટમાં કેસ કરાયો હતો. બંને પક્ષની દલીલ સાંભળીને જજ વિશાલકુમાર યોગેશકુમાર ત્રિવેદીએ આરોપીને એક વર્ષ અને પાંચ મહિનાની સાદી કેદની સજા ફટકારી ચેકની કુલ રકમ 3.50 લાખ પૂરા વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે  એન.એમ. મિયોત્રા, બી.એમ. શિયારિયાએ હાજર રહી દલીલો કરી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd