• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

કીડિયાનગરમાં જમીન પચાવી પાડવાના કારસા મામલે રજૂઆત

રાપર, તા. 8 : તાલુકાના કીડિયાનગરમાં પિતાના નામની જમીન પચાવી પાડવાના મામલે શખ્સોએ કારસો રચ્યો હોવાની રજૂઆત પોલીસ સમક્ષ કરાઇ છે. ગાગોદર પીઆઇને પાઠવાયેલા પત્રમાં જણાવ્યા મુજબ અરજદાર મુકેશ રાયમલભાઈ સોલંકીના પિતાના નામની જમીન આઠ શખ્સે પચાવી પાડવા માટે કારસો રચ્યો છે. નામજોગ કરેલી અરજીમાં જણાવ્યા પ્રમાણે આ શખ્સોએ જમીનમાં ખોટી રીતે વાહનો રાખી, ખોટી રીતે ખોદાણ કરીને બંધપાળા બાંધી દીધા છે અને પોતાની જમીનમાં ભેળવવાનો કારસો રચ્યો છે. અરજદાર અવારનવાર ખેતરે જાય ત્યારે આ લોકો આંતરીને ધમકી આપતા હોવાનું તેમજ પરિવારજનોને મારી નાખવાની ધમકી આપતા હોવાનું જણાવ્યું છે. આ મામલે ફરિયાદ કરવા છતાં હજી સુધી કોઈ ફરિયાદ નોંધાવી ન હોવાનું અરજદારે કહી ત્વરિત કાર્યવાહીની માંગ કરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd