• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

ડીસામાં 16.20 લાખના હેરોઈન સાથે શખ્સ જબ્બે : ભુજ બોર્ડર ઝોનની કાર્યવાહી

ભુજ, તા. 8 : ગઈકાલે બનાસકાંઠાના ડીસામાંથી 81 ગ્રામ માદક પદાર્થ હેરોઈન જેની કિં. રૂા. 16,20,000ના જથ્થા સાથે એક શખ્સને એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ભુજ બોર્ડર ઝોને ઝડપી કાર્યવાહી કરી હતી. માદક પદાર્થના વધી રહેલા ગુનાને ડામવા રાજ્યના વિવિધ ક્ષેત્રમાં એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ રચી કાર્યવાહી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના અપાઈ છે. બાતમીના આધારે ડીસાના ટેકરા વિસ્તારમાં આવેલી નહેરુનગર પ્રાથમિક શાળાની બાજુમાં મહેશ ઉર્ફે બલ્લો ભરતભાઈ ઠાકોરને તેના મકાનમાં ગેરકાયદે રીતે રાખેલા માદક પદાર્થ હેરોઈન 81 ગ્રામ કિં. રૂા. 16,20,000ના જથ્થા સાથે પકડી એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, સી.આઈ.ડી. ક્રાઈમ, બોર્ડર ઝોન ભુજે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd