ભુજ, તા. 12 : માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ
ફેસિલિટેશન કાઉન્સિલ, કચ્છ દ્વારા
27 કેસોની નિકાલ કરી રૂા. 1.25 કરોડથી વધુની રકમ અરજદારોને
પરત અપાવવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા માઇક્રો અને સ્મોલ કેટેગરીમાં આવતા તેમજ
મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેકટરમાં કાર્યરત એકમોને તેમના તેમજ આંતરરાજ્ય સ્તરના વેપાર-વ્યવહારમાં
બાકી રહેલી રકમ વ્યાજ સહિત પરત મળી રહે તે માટે માઇક્રો, સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન કાઉન્સિલની જોગવાઇ
કરવામાં આવી છે. આ અંતર્ગત કચ્છ જિલ્લામાં માઇક્રો, સ્મોલ એન્ટર
પ્રાઇઝ ફેસિલિટેશન કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા કક્ષાની કાઉન્સિલના
અધ્યક્ષ તરીકે નિવાસી અધિક કલેકટર પાર્થ કોરડીયા સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના
જનરલ મેનેજર કે.પી. ડેર, તેમજ સભ્યો તરીકે જિલ્લા સરકારી વકીલ
લીડ ડિસ્ટ્રિકટ મેનેજર અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તેજાભાઇ
કાનગડ કાર્યરત છે. અધિક કલેકટરની અધ્યક્ષતામાં માઇક્રો, સ્મોલ
એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન કાઉન્સિલ, કચ્છની સુનાવણી યોજાઇ હતી.
સુનાવણી દરમ્યાન સભ્ય સચિવશ્રી ડેર તથા સભ્યોની ઉપસ્થિતિમાં 88 કેસોમં બંને પક્ષકારોને સાંભળી
સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા. કાઉન્સિલની અસરકારક કામગીરીના પરિણામે કુલ્લ 27 કેસાનો નિકાલ કરવામાં આવ્યો
હતો. કેસોના નિકાલના પરિણામે અરજદારોને કુલ્લ રૂા. 1,25,09,277ની રકમ પરત મળવામાં સફળતા મળી છે. કાઉન્સિલ દ્વારા હાથ ધરવામાં
આવેલી આ કામગીરીથી માઇક્રો અને સ્મોલ એન્ટર પ્રાઇઝિસને તેમના બાકી નાણાંની વસૂલાતમાં
ઝડપી અને અસરકારક નિવારણ મેળવવામાં મદદ મળી છે. કાઉન્સિલની આ કામગીરી અંગે સંબંધિત
એકમો દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. માઇક્રો અને સ્મોલ ઉદ્યોગોના હિતોના રક્ષણ
તથા બાકી નાણાંની વસૂલાત માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવી કામગીરીને વધુ અસરકારક
રીતે આગળ ધપાવવામાં આવશે.