• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

મેસ્સીએ અનિશ્ચિત મુદત માટે રમતમાંથી બ્રેક લીધો

ન્યૂયોર્ક, તા. 12 : આર્જેન્ટિના અને ઈંટર મિયામીના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીએ પોતાના પિતા જોર્જ મેસ્સીના નિધન બાદ રમતમાંથી અનિશ્ચિત મુદત માટે અવકાશ લીધો છે. મેસ્સી ફૂટબોલમાંથી બ્રેક લઈને પોતાના પરિવાર સાથે રહેવા માટે આજેન્ટિનાના રોસારિયો પરત ફર્યો છે એ સ્પષ્ટ થયું નથી કે 39 વર્ષીય મેસ્સી મેદાન પર ક્યારે વાપસી કરશે. મેસ્સીના પિતાનું ગત શુક્રવારે નિધન થયું હતું એ સમયે મેસ્સી દક્ષિણ ફ્લોરિડામાં તેની ક્લબ ટીમ ઈંટર મિયામી સાથે હતો. ક્લબ મેનેજમેન્ટે મેસ્સીને બ્રેક લેવાની મંજૂરી આપી દીધી છે. મેસ્સીએ ઈંટર મિયામી તરફથી 107 મેચમાં 92 ગોલ કર્યા છે. મેસ્સી તેની કેરિયરના 1000 ગોલથી 79 ગોલ દૂર છે. તેના ખાતામાં હાલ 921 ગોલ છે.

Panchang

dd