• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

કડોલ સરકારી માધ્યમિક શાળાના શિક્ષકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવતા ચકચાર

ગાંધીધામ,તા.12: ભચાઉ તાલુકાના મનફરામાં શિક્ષક જોષી દિવ્યેશ ડીંકરરાય(ઉ.વ.39)એ  અગમ્ય કારણોસર ગળેફાંસો જીવન ટુંકાવ્યુ હતું. આ ઉપરાંત ગાંધીધામમાં પણ અર્જુન રમેશ રાજપુત(ઉ.વ.22)એ પણ ગળેફાંસો ખાઈની જીંદગીનો અંત આણ્યો હતો. કડોલ સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જોષી દિવ્યેશ નામના યુવાને ગત તા.11/8 ના સવારે 9.30 પહેલા કોઈ પણ સમયે શાંતિનિકેતન સ્થિત તેમના મકાન નં.201માં ગળેફાંસો ખાદ્યો હતો. આ અંગે મૃતકના ભાઈ દુષ્યંત જોષી એ પોલીસ સમક્ષ લખાવેલી નોંધને ટાંકીને પોલીસે જણાવ્યુ હતુ કે મૃતકનો ધર કંકાસ રહેતો હતો. પત્ની નેહાબેન બે વર્ષ પહેલા પોલીસ કેસ કર્યો હતે.ત્યારબાદ બંને જણ સાથે રહેતા હતા. તેમજ આજથી છ માસ પહેલા ઘર કંકાસ થતા મૃતકના સાળા ભાવિનભાઈ જોષી નેહાબેનને પિયર લઈ ગયા હતા. ત્યારબાદ મૃતક એકલા રહેતા હતા.ધર કંકાસના કારણે મૃતકે આ પ્રકારનુ પગલુ લીધુ હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત મૃત્યુનો વધુ એક બનાવ ગાંધીધામના ઈન્દીરા નગરમાં ગત તા.11/ ના  12.30  વાગ્યાના અરસામાં બન્યો હતો.અર્જુન નામના યુવાને પોતાના ઘરમાં ગળેફાંસો ખાદ્યો હતો. ધરકંકાસ લઈને તેમણે આ પ્રકારનુ અંતિમ પગલુ ભરી લીધુ હોવાનુ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથક નોંધાયેલી નોંધમાં જણાવવામાં આવ્યુ હતું. બનાવ પાછળનુ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd