• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

રહાણેની નવી ઇનિંગ : હવે કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળશે

મુંબઈ, તા.12 : નિવૃત્તિ લીધા બાદ ટીમ ઇન્ડિયાનો પૂર્વ બેટ્સમેન અજિંકય રહાણે નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. ભારત-શ્રીલંકા વચ્ચેની આગામી ટેસ્ટ શ્રેણી દરમિયાન રહાણે કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળશે. તે કોમેન્ટ્રી ફિલ્ડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. રહાણેનો સત્તાવાર બ્રોડકાસ્ટર્સની કોમેન્ટ્રી પેનલમાં સમાવેશ કરાયો છે. 37 વર્ષીય રહાણે ભારત તરફથી 85 ટેસ્ટમાં 5077 રન કર્યા બાદ ગત સપ્તાહે નિવૃત્ત થયો છે. ભારત-શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીનું જીવંત પ્રસારણ સોની સ્પોર્ટન નેટવર્કની ચેનલો પર અને લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પરથી થશે. શ્રેણી 15 ઓગસ્ટથી શરૂ થવાની છે.

Panchang

dd