• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

રાતાતળાવ ગૌશાળામાં 12300 કિ.ગ્રા. સૂકા ઘાસચારાનું દાન અર્પણ

ભુજ, તા. 12 : વર્તમાન વર્ષાઋતુમાં અબડાસામાં ઓછા વરસાદના કારણે સીમાડામાં હજૂ ઘાસ ન ફૂટવાના કારણે ગૌશાળામાં આશ્રિત ગૌવંશ અત્યારે પણ ગૌપ્રેમીઓના દાન પર નિર્ભર રહેતા ભુજની દેવલ મા સમિતિ દ્વારા એકાદશીના દિને દાતાનાં સહયોગે 12,700 કિ.ગ્રા. સૂકા ઘાસચારાનું ગૌદાન રાતાતળાવ સ્થિત વાલરામજી મહારાજ પાંજરાપોળમાં કરાયું હતું. સમિતિના યુવા ગૌપ્રેમી દાતા જયદીપ ભરતદાન ગઢવી (રાયધણપર-ભુજ) તરફથી રૂા.70 હજાર, સ્વ. કાનજી મોનજી અજાણી-હસ્તે. જગદીશ કાનજી મુંબઈ-કાંદિવલી, હીરાલાલ લક્ષ્મીદાસ મોતા (મસ્કા, હા. ભુજ), નિખિલ હરીલાલ પેથાણી (ભુજ) તેમજ વાલાભાઈ બીજલ આહીર (ભુજ) તરફથી 11-11 હજાર તેમજ અન્ય દાતાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. જયદીપભાઈ ગઢવી તરફથી લીલાચારા માટે અગાઉ રૂા. 1,08,000/- લાખનો સહયોગ મળ્યો હતો. સમિતિના સ્થાપક અરવિંદ ગોરના વડપણ હેઠળ થતી ગૌસેવા પ્રવૃત્તિમાં પ્રફુલ ઠક્કર, નરેન્દ્ર મોતા, જયેશ જોશી, પ્રફુલ જોશી, નવીન કેશવાણી, નીરણ કાર્યમાં જહેમત ઉઠાવતાં હોવાનું સમિતિના પ્ર. મંત્રી વસંત અજાણીની યાદીમાં જણાવાયું હતું.

Panchang

dd