ભુજ, તા. 12 : ગઈકાલે શહેરના માર્કેટ યાર્ડના
ગેટની સામેના ભાગેના રોડ પરથી અનવર કાસમ મણકા (રહે. ભુતેશ્વર ફળિયું, ભુજ)ને આંકડાનું કટિંગ લેતા એલસીબીએ ઝડપી લીધો
હતો. ગઈકાલે એલસીબીએ બાતમીના આધારે માર્કેટ યાર્ડના ગેટની સામેથી શ્રીદેવી બજારનો વરલી
મટકાનો આંક ફરકનો જુગાર રમી-રમાડતા આંકડાનું કટિંગ લેતા અનવર મણકાને રોકડા રૂા. 11,300 એક મોબાઈલ કિ. રૂા. 5000ના મુદામાલ સાથે ઝડપી બી-ડિવિઝન
પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. આ કામગીરીમાં એ.એસ.આઈ પંકજભાઈ કુશવાહ, હે.કો. નવીનભાઈ જોશી, શ્યામ ગઢવી, કોન્સે. ભરતભાઈ ગઢવી જોડાયા હતા.