ભુજ, તા. 12 : માધાપરમાં સગીરાનું અપહરણ કરી
છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ગઈકાલે માધાપર પોલીસ મથકે, સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.
9/8ના બપોરે તેમની 12 વર્ષની સગીર દીકરીનું આરોપી
હારૂન જાકબ સમા (રહે. સોનાપુરી પાછળ, સુમરાવાંઢની બાજુમાં, વાડી વિસ્તાર, માધાપર) વાળો બદકામના ઈરાદે પોતાની
સાથે ફરવા આવવાની લાલચ આપી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ તેની
સાથે શારીરિક અડપલાં કરી છેડતી કરી હતી. પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તપાસ
પી.આઈ. એ.કે. જાડેજાએ હાથ ધરી છે.